________________ કેટિ વર્ષનું સ્વપ્ન પણ 301 જ્ઞાન લઈ લે જે મેહનીય કર્મ ચેતનને સંસારમાં ભમાવી રહ્યું હતું. ગતિમાન ચક્રે સદા-સર્વદા માટે તંભિત થઈ જાય. આ છે ચેતનને ચમત્કાર ! ચેતનનું અલૌકિક સામર્થ્ય ! ચેતનની સર્વતંત્ર સ્વતંત્રતા ! શ્રીમદ્જી એ સમ્યગુદર્શનની સાધના અંતિમ સિદ્ધિમાં કઈ રીતે પરિણમે તેને પૂરે કમ બતાવ્યું. હવે ચેતન અનાદિનાં વિભાવને દૂર કરવા ધારે તે કરવામાં કેટલે સમય? માત્ર છેડે જ! એ વાતની પુષ્ટિ એક લૌકિક દૃષ્ટાંત દ્વારા કરે છે. કેટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગૃત થતાં સમાય; તેમ વિભાવ અનાદિને, જ્ઞાન થતાં દૂર થાય....૧૧૪.... સુષુપ્ત માનવની નિદ્રા જ્યારે ગાઢ ન હોય અને તંદ્રામાં એ પડયો હોય ત્યારે બહુધા તેનું અવચેતન મન જાગૃત થાય છે. અને અંદર પડેલા વિભિન્ન સંસ્કારે, ચિત્રપટની જેમ માનસ પરથી પસાર થવા માંડે છે. ક્યારેક લાંબો સમય ચાલે, ક્યારેક થોડો સમય. જેને આપણે સ્વપ્ન કહીએ છીએ, આ સ્વપ્ન સાર્થક પણ હોય, નિરર્થક પણ હોય. ક્યારેક સૂચક પણ હોય. પરંતુ આવું ઓછું બને. સાર્થક કે સૂચક સ્વમો કયારેક જ આવે. બાકી નિરર્થક, જેને કઈ અર્થ નહીં, ઠેકાણું નહીં એવા જેનાર પણ સમજી ન શકે કે તે શું જોઈ રહ્યો છે. હા, સ્વમ જ હોય એટલી વાર તો એમ લાગે કે ખરેખર આ ઘટના ઘટી રહી છે. પતે તેમાં સામેલ છે. પણ ઊંઘને સમય પૂરો થઈ ગયે, સુષુપ્તિ સમાપ્ત થઈ અને માનવ જાગૃત થયે કે સ્વમ ગાયબ. પછી ભલે એ સ્વપ્ન ગમે તેટલા લાંબા સમયનું હોય. કઈકઈ વાર આખી રાત સ્વપ્ન ચાલે. અરે ! કેટલાંક ને એનું એ સ્વ. મહિનાઓ સુધી દેખાય ! કુંભકર્ણ છ મહિના ઊંઘ તે એને છ મહિનાનું લાંબુ સ્વપ્ર પણ ચાલે. અને શ્રીમદ્જી કહે છે કે કોઈ કરેડ વર્ષ ઊંઘી રહ્યો અને એ આખી યે ઊંઘમાં સ્વમ જ સ્વપ્ન તેને દેખાયા. સ્વપ્રને સમય કેટલે ટૂંક કે લાંબે છે એ મહત્વ