________________ કૉાટે વર્ષનું સ્વપ્ન પણ... વિતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગ્ગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના જીવની વૈભાવિક ગતિને રોકે છે. જીવ ગતિ તે કરી રહ્યો છે, એક દષ્ટિએ પ્રગતિ પણ કરી રહ્યો છે. પરંતુ એ ગતિ અને પ્રગતિ વૈભાવિક રાહ જ થઈ રહી છે. એવી, જુઠી માન્યતામાં જીવ રાચે છે કે, જન્મ લે, જીવવું અને મરવું આ તે ક્રમ છે અને એ એમ જ ચાલે. તેમાં બીજું કશું થઈ જ ન શકે ! પણ તારક મહાપુરુષો કહી ગયા છે કે, ભલે આ બ્રમણ અનાદિનું છે પણ તેને રોકી શકાય, બંધ કરી શકાય એવું સામર્થ્ય જીવમાં પડ્યું છે. બંધુઓ ! તમે જાણે છે કે કેટલીક ફેકટરીઓ રાત અને દિવસ ચાલુ જ હોય. એક વાર ચાલુ કર્યા પછી એ મહિનાઓ સુધી ચાલતી જ રહે, પણ જયારે તમને એમ થાય કે બે–ચાર કલાક કે દિવસ માટે મશીન, બંધ કરવું જરૂરી છે. તે તમારા હાથની વાત. બસ, સ્વીચ Off કરો અને મશીન બંધ. વળી આ કામ તે તમારે નાનું બાળક કે ફેકટરીને કામદાર પણ કરી શકે. માત્ર એને જાણ હોવી જોઈએ કે કઈ સ્વીચ Off કરવાની છે. આમ જડ જગતનાં યંત્રો આપણું હાથમાં છે. જમીન પર કામ કરતાં યંત્રો ગમે તેવા મોટા હોય છતાં તેને સર્વ કમાન્ડ માણસનાં જ હાથમાં, પછી એ મોટામાં મોટી મશીનરીઓ કેમ ન હોય ! એટલું જ નહીં ! અબજો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું અવકાશયાન, અવકાશમાં જઈને ખોટકાય, તે પણ તેને ઠીક કરવાનું કામ, અહીં બેઠેલા માનવનાં હાથમાં. આમ જડ-જગતનાં આવા સર્વ યંત્રો