________________ કેવળ નિજ સ્વભાવનું 27 માત્માને તે એમાનું કશું ય ખપતું નથી. તેથી જ શ્રીમદ્જી હવે કેવળજ્ઞાનની વિશિષ્ટ વ્યાખ્યા આપે છે. કેવળ નિજ સ્વભાવનુ, અખંડ વતે જ્ઞાન, - કહિયે કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણુ-૧૧૩... જે દશામાં આત્મા અને જ્ઞાન અભેદભાવે પરિણમે છે. જ્યાં આત્મા તે જ જ્ઞાન અને જ્ઞાન તેજ આત્મા. આત્મા એટલે માત્ર જ્ઞાનને પિંડ. એ સિવાય કશું જ નહીં, Only knowledge બસ માત્ર જ્ઞાન. જીવને સ્વભાવ જ્ઞાન, અને તે જ્ઞાનનાં જ્ઞાનની અખંડતા તે કેવળજ્ઞાન. માત્ર પિતાના સ્વભાવનું જ જ્ઞાન. અન્ય કેઈનું નહીં. આખાયે લોકમાં માત્ર નિજ સ્વભાવ સિવાય કશું છે જ નહીં. માત્ર સ્વભાવ ને સ્વભાવ જ, આખી દુનિયા ડૂબી ગઈ. તે સ્વભાવનું પણ જ્ઞાન જ. બીજું કશું નહીં. જ્ઞાન સિવાય કશું જ નહીં. વળી એ જ્ઞાન પણ અખંડ તેમાં ખંડ નહીં, ભેદ નહી, વ્યવધાન નહી, સતત-સરલ અને સહજ જ્ઞાન. આજ સુધીની પુરુષાર્થ દશામાં જીવે નિજ સ્વભાવને ઘણે યે વેદ્યો હોય. પણ તે સતત-નિરંતર-અખંડ નહીં. ગુણસ્થાનની બદલાતી દશામાં નિજાનુભૂતિની તારતમ્યતા પણ બદલાતી રહે તેથી અખંડ, એક સરખી સ્વભાવ દશાની અનુભૂતિ ન રહે. વળી બારમે ગુણસ્થાને જીવ ન પહોંચે હય ત્યાં સુધી તે દશાની ચડતી પડતી બંને થયા કરે, તેથી પણ અખંડ અનુભૂતિ ન રહે. તેમજ આ પહેલાનાં ગુણસ્થાનમાં, એક ગુણસ્થાનનાં અલ્પકાળમાં પણ ચડતી દશાનાં અનેક પરિણામે, અને પડતી દશાના પણ અનેક પરિણામે તથા વિભિન્ન ગુણસ્થાનનાં અનેક પરિણામે. જ્યારે કેવળજ્ઞાનની પ્રાપ્તિરૂપ તેરમા ગુણસ્થાનની, અગી અવસ્થારૂપ ચૌદમા ગુણસ્થાનની તથા સિદ્ધ અવસ્થાની પરિણામધારા એક સરખી જ, તેથી કેવળજ્ઞાનનાં અનુભવમાં કશું જ અંતર નહીં. કેવળ સ્વભાવને અનુભવ સરખે જ તેથી કેવળજ્ઞાનની અનુભૂતિ તે અખંડ અનુભૂતિ. આમ જ્યાં જીવની એક માત્ર અખંડ જ્ઞાનદશા જ વતી રહી છે તે કેવળજ્ઞાન.