________________ રદ્દ હું આત્મા છું શેય પદાર્થોને જાણવાનું છે. તેથી કેવળજ્ઞાની મહાત્મા આખાયે લેકને જાણે છે. પણ તેઓને જાણવાની સ્પૃહા નથી. કેવળજ્ઞાન આયના જેવું છે. આયનાને ઈચ્છા નથી પણ તેની સામે જે પદાર્થો આવે તે, આયનામાં પ્રતિબિંબિત થાય છે, તેની તેને કંઈ જ અસર ન હોય. પદાર્થને પ્રતિબિંબિત કરવાનો તેને સ્વભાવ છે. તેથી થાય. એ જ રીતે કેવળજ્ઞાનમાં જગતનાં સર્વ દ્રવ્ય-પર્યાયે ઝળકે પણ આત્માને કાંઈ નહીં. તેને જોવા નથી. આત્મા તે માત્ર સ્વપ્રકાશમાં જ લીન છે. જેમ એરડામાંથી એક ચીજને લેવા માટે પ્રકાશ કર્યો. પણ ત્યાં રહેલી બીજી સેંકડો ચીજે દેખાઈ જાય છે. તેમ આત્માને પુરુષાર્થ માત્ર નિજ સ્વરૂપની સંપૂર્ણ અનુભૂતિ માટે જ હોય અને એ લક્ષ્ય જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય. પણ કેવળજ્ઞાનમાં આત્મા ઝળકે તેમ, સર્વ પદાર્થો પણ ઝળકે. તેમાં કેવળી પરમાત્માને કંઈ જ નહીં. - કેવળજ્ઞાનને બીજો અર્થ થાય છે એક જ જ્ઞાન. જ્યાં માત્ર એક જ્ઞાન છે તે કેવળજ્ઞાન. આમ તે શામાં મતિ, શ્રત, અવધિ, મનઃ પર્યવ અને કેવળ એ પાંચ જ્ઞાન કહ્યાં. પણ કેવળજ્ઞાનમાં બાકીનાં ચાર જ્ઞાનને સમાવેશ થઈ જાય. પછી એ જુદાં ન રહે. કેવળજ્ઞાન એ સર્વોપરિ અને સંપૂર્ણ છે. બીજા તે અપૂર્ણ છે તેથી તે ચારે ય કેવળજ્ઞાનથી જુદાં ન હોય. જેમ તમારે દીકરે M. Sc. થયેલ હોય તે તમે એમ ન કહે કે મારે દીકરે મેટ્રીક થઈ ગયા છે. BSc. થયેલ છે. અને M. Sc. થયા છે. કારણ સમજે છે કે M. Sc. માં બધું જ આવી ગયું. એટલું કહેવાથી જ સહુ સમજી જાય કે આટલું કર્યા પછી જ એ M. Sc. સુધી પહોંચ્યા હેય. અન્યથા પહોંચી ન શકે. એ જ રીતે કેવળજ્ઞાનમાં બાકીનાં ચાર જ્ઞાનને સમાવેશ થઈ જાય. પહેલો અર્થ તે વ્યાવહારિક દૃષ્ટિથી થયા. તેમાં કેવળી પરમાત્માને આત્મિક દષ્ટિએ શું લાભ ? જગતને જોવામાં તેમને કંઈ જ મળે નહીં. સામાન્ય છે તે કદાચ જગતને જોઈ-જાણી તેમાંથી માનસિક આનંદ પણ મેળવી શકે. કંઈક દુન્યવી લાભ પણ પ્રાપ્ત કરી શકે. પરંતુ કેવળી પર