________________ 298 હું આત્મા છું આવે કેવળજ્ઞાની આત્મા શરીર સહિત હેય. મન-વચન-કાયાનાંગ હોય છતાં નિર્વાણ પદને પામેલા, સર્વથા જીવન મુક્ત સિદ્ધની આંતરદશા અને કેવળી પરમાત્માની આંતરદશામાં કશું જ અંતર નહીં તેથી કેવળી પરમાત્મા દેહ હોવા પછી પણ દેહાતીત દશાને અનુભવ કરતાં હોય. દેહાધ્યાસ તે કયારને ય છૂટી ગયે હોય. તેથી નિજાનુભૂતિનાં અખંડ જ્ઞાનમાં દેહ કયાંય આડે આવે નહીં. | જીવને મેક્ષોપાયની આરાધના કરી કેવળજ્ઞાન પામવું છે. ગુરુદેવે શિષ્યને માર્ગ બતાવી દીધો. આદિથી અંત સુધીની આરાધનાનાં પાને બતાવ્યા, અને ચરમ શુદ્ધ પરિણતિએ આત્મા કેમ પરિણત થાય છે તે પણ બતાવ્યું. અનુપમ ગાથા અને ગાથાને અનુપમ ભાવાર્થ શ્રીમદ્જીએ અહીં રજુ. કર્યો. આ ગાથા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેમાં અદ્દભૂત રહસ્ય ભર્યું છે. આપણી અલ્પમતિ આ રહસ્યને શું ઉકેલી શકે ? જ્ઞાનીએાના જ્ઞાનમાં જ એ રહસ્ય ઝળકતાં હોય છતાં अल्प श्रुतं श्रुतवतां पारहासधाम त्वदभक्तिरेव मुखरीकुरुते बलान्माम् यत्कोकिल: किले मधौ मधुर विरौति तच्चार चाम्र कलिका निकरैक हेतुः જેમ માનતુંગાચાર્ય પ્રભુ આદીનાથની સ્તુતિ કરતાં કહે છે. હે પ્રભુ! વિદ્વાનેની સમક્ષ તે મારૂં મૃત હાંસીપાત્ર ઠરે એટલું જ છે. છતાં આપનાં પ્રત્યેની ભક્તિ મને હઠા સુખર કરે છે. જાણે મને આપના ગુણોનું ગુંજન કરવાની ફરજ પાડે છે. તેથી હું બોલ્યા વિના રહી શકતું નથી. જેમ ગ્રીષ્મ તુમાં આંબાનું વૃક્ષ જ્યારે આગ્ર કલિકાઓથી લચી પડે ત્યારે નાની એવી શ્યામ કેકિલા ટહુકાઓથી આમ્રવનને ભરી દે છે. તેનાથી રહેવાતું નથી. કેઈ સાંભળી ને શું કહેશે તેની પરવાહ નથી. બસ, હૃદય પ્રફુલ્લિત થયું છે તેથી ટહકી ઉઠે છે. બસ, આ જ રીતે શ્રીમદ્જીએ કહેલ આ ગાથાનાં અદ્ભુત ભાવેને ન્યાય આપવાનું સામર્થ્ય આ લેખનીમાં ન હોવા છતાં પણ સર્વજ્ઞની સર્વ જ્ઞતા પ્રત્યેને અહેભાવ ચૂપ બેસવા દેતું નથી. આખર આ જીવનું લક્ષ્ય પણ તે જ છે ને ! તેથી કેવળજ્ઞાન જેવી અલ નિધિનું મૂલ્ય, કેટલાંક શબ્દો દ્વારા માપવાને મેં પ્રયાસ કર્યો છે. ભાવે તે કેવળી ગમ્ય જ છે! અલ્પજ્ઞની અલ્પ વાણી તેને શું કહી શકે? વધુ અવસરે..