________________ 302 હું આત્મા છું પૂર્ણ નથી. પણ એ સ્વપને દૂર થતાં, સમાપ્ત થતાં વાર કેટલી ? એ મહત્ત્વનું છે. . આપણાં સહુને અનુભવ છે કે ઊંઘ ઉડી કે સ્વમ પણ ઉડી જાય છે, આંખ ખુલી કે ન ખુલી, પણ આંખમાંથી નિદ્રા ચાલી જાય કે તેની સાથે સ્વમ પણ વિરામ પામી જાય. એ જ રીતે આ જીવ અનાદિથી વિભાવમાં જ પડયો છે. એનું ચેતનતંત્ર વિભાવનું જ ઉત્પાદન કરે છે. પણ જ્ઞાન થાય, ભ્રમ ભાંગે તે વિભાવને ભગાડતા એક ક્ષણ પણ ન લાગે. હું ચેતન આત્મા છું અને આ જડ જગત તે મારૂં નથી. આ આભપ્રાય જીવને વિષે આવી જાય તે, વિભાવ કયાં ટકે ? બ્રમ છે તે મિથ્યાત્વ છે. જે વસ્તુ જેવી નથી તેવી તેને માની લેવી તે બ્રમ. અંધારામાં દેરીને ટૂકડે જેઈ સાપ હેવાને ભ્રમ થાય. ગભરાઈને ચીસ પાડી ઉઠીએ. પણ કેઈ હાથમાં લઈને બતાવે કે ભાઈ! જે આ દોરી છે, સાપ નથી. એ જ ક્ષણે ભ્રમ ભાંગી જાય. ઊભું રહે નહીં. જીવને પણ બે પ્રકારનાં ભ્રમ છે. એક તે જે પદાર્થ, વ્યક્તિ પિતાનાં નથી તેમાં મારાપણાની બુદ્ધિ, આ પદાર્થ મારે છે. આ વ્યક્તિ મારી છે. મમત્વનાં કારણે રાગ-અને દ્વેષ, અને પરિણામે દુઃખ જ, પણ જીવ થોડી સમજણ સાથે વિચારે કે જગતનાં કેઈપણ પદાર્થ કદી કેઈનાં થયાં નથી અને થાય નહીં. થાય શી રીતે? તું ચેતન, પદાર્થ જડ. ચેતના અને જડ ને શે સંબંધ? તે બંને મળી શકે જ નહીં. અરે !મળવા પણું છે ત્યાં પણ તે તેના થઈ ન જાય. જેમકે એક પરમાણુ સાથે બીજે પરમાણુ મળી સ્કંધ બનાવે. કેટલાક સમયે સ્કંધરૂપે રહે. પછી એ બંને પરમાણુઓ છૂટા પડી જાય. પછી એક બીજામાં ફરી મળે અને ન પણ મળે તે જે પરમાણુઓ મળીને એકમેક થઈ ગયેલા દેખાતા હોય તે પણ એક બીજાનાં ન થઈ શકતા હોય. તે સર્વથા સ્વતંત્ર ચેતન અને સર્વથા સ્વતંત્ર જડ. તે એક બીજાના કેવી રીતે થઈ શકે?