________________ 300 હું આત્મા છું કયારે ચાલુ કરવા કે બંધ કરવા તે સર્વ સત્તા માણસનાં હાથમાં, હા, માણસ જાણકાર હોવું જોઈએ ! બસ, બંધુઓ ચેતન તંત્રનું પણ આમ જ છે. એ પણ રાત ને દિવસ ચાલ્યા જ કરે છે. જાગૃતિમાં હો કે સુષુપ્તિમાં એ અટકતું નથી. કદાચ શરીરને એનેસ્થેસિયા આપીને સુવાડી દેવાય, ચેતન બાહ્ય સંવેદનેને, એટલે કે શરીરનાં સંવેદનેને ન ઝીલી શકે. પણ તેની અંદરનું કર્મનાં બંધ અને ઉદયનું તંત્ર તે ચાલુ જ હોય છે. આ તંત્ર અનાદિથી ચાલુ છે. એક ક્ષણ માટે પણ કદી અનંતકાળમાં એ અટકયું નથી. છતાં જીવ જે જાણે, સમજે, ચેતન ને કંટ્રોલમાં કરવાની સ્વીચ તેના હાથમાં આવી જાય છે, એ તંત્રને બંધ કરવાની શક્તિ પણ જીવમાં જ છે. અંતર એટલું છે કે જડ યંત્રોને બંધ કરવા માટે કેઈને પણ તમે મેકલી શકે. તમે ફેકટરીએ ન જવાના છે તે તમારો ભાઈ દીકરે કે અન્ય કેઈ વ્યકિતને પણ તમે મશીનને ચાલુ કરવાનું કે બંધ કરવાનું કહી શકે. પરંતુ આ ચેતનતંત્રનું એમ નથી. એને કંટ્રોલિંગ પાવર અન્ય કોઈનાં હાથમાં નથી. વ્યક્તિ પિતે જ પિતાનાં ચેતનતંત્ર ને બંધ કરી શકે, અર્થાત્ કર્મનાં બંધભાવ અને ઉદયભાવ પર કંટ્રોલ કરી શકે. બંધુઓ ! જયંત્ર અને ચેતનતંત્ર આ બંનેમાં બીજો એક મોટો ફરક એ છે કે જે મશીન, જે વસ્તુનાં ઉત્પાદનમાં કાર્ય કરી શકતું હોય તે જ કરી શકે, અન્ય વસ્તુનું ઉત્પાદન ન કરી શકે. તમારી ફેકટરીનાં મશીન લેઢાનાં સ્પેર પાટર્સ બનાવતું હોય, તેમાં સૂતરનાં રીલ મૂકી કાપડ બનાવવાને વિચાર કરે તે ન થઈ શકે એમ કઈ પણ મશીન એકનાં બદલે બીજી ચીજો બનાવી ન આપે. તેનું કાર્ય મર્યાદિત છે. જ્યારે ચેતનતંત્ર આજે તે વિભાવ પરિણતિ એ પરિણત થઈ ક્રોધ, માન આદિ કષાયનું ઉત્પાદન કરતું હોય, પણ જીવ સમજીને સવળો પુરુષાર્થ કરવા માંડે તે ક્રોધાદિથી વિપરીત ભાવો ક્ષમા, નમ્રતા આદિ ભાવોનું ઉત્પાદન થવા માંડે. અનાદિથી અજ્ઞાનરૂપ પરિણમતે જીવ ક્ષણમાત્રમાં કેવળ