________________ કેવળ નિજ 3 વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની, અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જીવ સમક્ષ અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગુદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધનાનું ચરમ બિન્દુ વીતરાગતા. વીતરાગતાનાં પ્રાગટય સાથે જીવ કૃતકૃત્ય થઈ જાય છે. કશું જ કર્તવ્ય રહેતું નથી. ભવ સમુદ્રમાં ગોથા ખાતે જીવ વીતરાગતાની દીવાદાંડીના સહારે કાંઠે પહોંચ્યું બસ બેડે પાર, અને તેને કેવળ નિધાન લાધી ગયે. શ્રીમદ્જી મોહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણ ગુણસ્થાન જે; અંત સમયે ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જે..અપૂર્વ... ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં, ભવનાં બીજ તણે ત્યાંતિક નાશ જ સવ ભાવ જ્ઞાતા દષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જે..અપૂર્વ... મેહનીયને સર્વથી મેટા એવા સ્વયંભૂરમણ સમુદ્રની ઉપમા આપી. વિશાળ મહાસાગર છે મેહ. છતાં સાધન વડે તરી શકવાની શક્યતાવાળે છે. એ જ છે જીવનું સૌભાગ્ય. જેમ વિશાળ સમુદ્રમાં માઈલેનાં માઈલ યાત્રા કરી દૂર-સુદૂરના પ્રદેશમાં જહાજ દ્વારા જઈ શકાય છે. તેમ મેહરૂ૫ સમુદ્ર ગમે તે વિશાળ હવા પછી પણ, માનવ જન્મરૂપ મહાન સાધન વડે એ તરી શકાય છે. જ્યારે જીવ આ સમુદ્રને પાર કરી કાંઠે ઉતરે છે. ત્યારે ત્યાંની જે દશા છે તે અલૌકિક અને અદ્ભુત હોય છે. અનાદિનાં