________________ 292 હું આત્મા છું અહીંથી જીવ કર્મોને રસઘાત અને સ્થિતિઘાત શરૂ કરે છે. અર્થાત પૂર્વે બાંધેલા કર્મોમાં જે તીવ્રતા હોય તેને મંદ કરતે જાય છે. કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિને ઓછી કરતે જાય છે. આ ગુણસ્થાને જીવને વધુમાં વધુ પુરુષાર્થ થાય છે. જેમ પ્લેનને ઉપર ચડવા માટે ટેઈક ઓફ લેવામાં જ વધુ શકિત લગાવવી પડે છે, ઉપર ચડી ગયા પછી સીધું ચલાવવામાં એટલી શક્તિની જરૂર પડતી નથી. તેમ જીવ એકવાર ક્ષેપક શ્રેણીએ ચડી ગયે તો પછી કેટલીક મિનિટોમાં વીતરાગદશા સુધી પહોંચી જાય. જે શાશ્વત દશા છે. આ ગુણસ્થાનની પરિણામ ધારા અનન્ય તથા તેની વિશુદ્ધિ પણ અતિશય. બસ પછી તે છેડે જ પ્રવાસ બાકી રહે. નવમા-દસમાં ગુણસ્થાને આવે. નવમા ગુણસ્થાને નેકષાયરૂપ ચારિત્ર મેહનીયની પ્રકૃતિઓને તથા સંજવલન કષાયનાં કોધ, માન, માયાને ક્ષીણ કરી નાંખે. દસમા ગુણસ્થાનની સ્થિતિ અતિ અલ્પ જ્યાં માત્ર એક સંજવલન લેભને ક્ષય કરી સીધે બારમે પહોંચી જાય. એટલે વીતરાગપદ વાસ.. આવી વીતરાગતાને પામવા લડવાનું છે, માત્ર મોહનીય સાથે. મેહનીય પ્રબળ છે. તેમ જીવમાં રહેલ શકિત પણ પ્રબળ છે. પણ જ્યાં સુધી આત્માની શકિતઓને જાગૃત ન કરીએ ત્યાં સુધી મેહનીય પાતળું પડે નહીં. જેની સાથે લડવું છે તેનાં કરતાં આપણી શકિત વધારે હોય તે જ લડી શકાય, અન્યથા ચૂપચાપ સહન કરી લેવું પડે. પણ જીવમાં અનંત શક્તિ છે તે જે જાગૃત કરી લઈએ તે મેહનીયનું ગમે તેટલું જોર હશે તે ઢીલું ઢફ થઈ જશે ને ચૂપચાપ ચાલ્યું જશે. એક યુવાન એક મકાન નીચેથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં અચાનક ઉપરથી એક ઈંટ પડી ને જરા પગમાં વાગ્યું. યુવાનીનું જેમ હતું તરત ગુસ્સો આવ્યો ! કોણે નાંખી ઈટ. જઈને તેના જ માથામાં મારૂં. અને તે ઈટ હાથમાં લઈ ધડાધડ દાદરો ચડી ગયે. જઈને છૂટી ફેંકે એટલી જ વાર. ત્યાં તે એણે જોયું એક પહેલવાન અગાશીમાં દંડ-બેઠક કરી રહ્યો છે. તેનાં હાથનાં ધક્કાથી ઇંટ નીચે પડી હતી. પેલે યુવાન તે ઢીલ