________________ 291 ઉદય થાય ચારિત્રને મોહનીય પાતળું પડતું જાય. તેમ આત્મ-સ્થિરતા વધતી ચાલે, આત્મ સ્વરૂપની રમણતામાં રહ્યાં કરવું એ જ છે, ભાવચારિત્ર. જ્યાં ભાવ ચારિત્ર પ્રગટે ત્યાં દ્રવ્ય ચરિત્ર આપોઆપ આવી જ જાય, વૃત્તિમાંથી અવતનાં ભાવ ઉતરી જાય, પ્રમાદનાં ભાવ ઉતરી જાય એટલે આત્મસ્થિરતાની અપૂર્વદશારૂપ, અપ્રમત્તદશારૂપ, ચારિત્ર પ્રગટે. આ છે જીવનાં સાતમાં ગુણસ્થાનની સ્થિતિ. હવે રહે માત્ર સંજ્વલન કષાય. પણ એ તે અતિ મંદ છે. તેથી જીવને વિકાસમાં બહુ આડે આવતાં નથી. સાતમા ગુણસ્થાન પછી ચડતી દશામાં જીવ, તેને પણ ક્ષય કરી શકે છે. પણ તે પહેલાંની જે દશા છે તેનું વર્ણન શ્રીમદ્જીએ કર્યું છે... એમ પરાજય કરીને ચારિત્રમેહને, આવું ત્યાં જ્યાં ક૨ણ અપૂર્વ ભાવજે, શ્રેણું ક્ષેપકતણું કરીને આરૂઢતા, અનન્ય ચિંતન આતશય શુદ્ધ સ્વભાવ અપૂવ... સાતમા અપ્રમત્ત ગુણસ્થાનની સ્થિતિ માત્ર અંતમુહૂતની છે. પણ બહુધા જીવ આખા અંતમુહૂર્ત સુધી ત્યાં ટકી શકતો નથી. પ્રમાદ આવે ભરતી આવે અને સાતમા ગુણસ્થાનની સ્થિતિ પ્રાપ્ત થઈ જાય. થેડી સેકન્ડ કે થેડી મિનિટે પૂરતો જ ત્યાં રહે. પણ જ્યારે જીવની પરિણામધારા અતિ વિશુદ્ધ થવા માંડે. એ વિશુદ્ધિ વધતી ચાલે તે નિર્વિકલ્પ દશાની સાથે આગળ વધે. અને આ દશા માત્ર બે ઘડી જ જે ટકી રહે અર્થાત્ પુરૂં અંતમુહૂર્ત સુધી રહે તે અંતર્મુહૂર્તનાં છેલ્લા સમયે તે કેવળજ્ઞાન લઈ લે. અર્થાત એટલા સમયમાં તે જબરદસ્ત પુરુષાર્થ કરી લે. જેથી વીતરાગતા પ્રગટે. અહીં શ્રીમદ્જી પણ એ જ કહે છે કે જે ચારિત્ર મોહનીયને એકવાર પરાજિત કરી, આત્મસ્વરૂપની રમણતા રૂપ સ્થિરતામાં બે ઘડી ટકી ગયે તે, આઠમા ગુણસ્થાનને સ્પર્શ પામી જાય. જ્યાં આજ સુધી ચારિત્રને પ્રગટાવવાનાં જે ભાવે નથી જાગ્યા તેવા ભાવે આવે. જેને અપૂર્વકરણ કહે છે.