________________ ' ઉદય થાય ચારિત્રને 289 ભય-જુગુપ્સાનાં ભાવેનું, નિમિત્ત મળતાં ક્ષણિક અસર થાય, પણ લાંબે સમય ટકે નહીં. જિનેશ્વરની ઉપાસિકા પેલી શાણ સુમતિ-વીતરાગનાં ચરણમાં જેની અનન્ય શ્રદ્ધા છે. સમ્યકત્વ ભાવની આરાધિકા છે. આત્મ-નિર્મળતામાં ચિત્ત રમી રહ્યું છે. પ્રભુનાં વચનની પૂર્ણ શ્રદ્ધા છે. શ્રદ્ધા સાથે આચારને સમન્વય થયેલે છે. એવી એ શ્રાવિકાને પતિ બહાર ગયે છે અને આંખનાં રત્ન સમા, બે યુવાન પુત્રનું અકસ્માતે એક સાથે મૃત્યુ થાય છે. ક્ષણભર તો સુમતિ સ્તબ્ધ થઈ જાય છે. આખાયે જીવનને ચહેરે વિકૃત થઈ ગયું હોય એવું પ્રતિભાસવા માંડે છે. પણ વીતરાગનાં ચરણે જેણે પૂજ્યા છે એવી અનન્ય શ્રદ્ધાવાન નારી શેડી જ ક્ષણેમાં સ્વસ્થ થઈ જાય છે. પુત્રને અન્ય ઓરડામાં સફેદ ચાદર ઓઢાડી જાણે સુવરાવી દીધા છે અને ઉબરમાં પતિની રાહ જોતી ઉભી છે. કેટલા સમય પછી પતિ આવે છે. રેજની હસતી નારીનું મુખ ઉદાસ જુએ છે. પતિનાં મનમાં પ્રશ્ન “સુમતિ! શું થયું? કેમ ઉદાસ છે?” “કંઈ નહીં, દેવ! પાડોશી સાથે જરા ઝઘડો થઈ ગયો! અરે! સુમતિ તું આ બેલે છે? ઊંચે અવાજે બોલતા પણ તને કદી કોઈએ સાંભળી નથી. તું ઝઘડે કરી શકે કઈ રીતે? રત્નકંકણ લઈ આવી હતી. મને બહુ ગમ્યા. મેં રાખી લીધા. આજે પાડેશી માગવા આવ્યા, પણ મારે નેતા આપવા. તેથી ઝઘડો થયો.” “અરે! પાગલ. એમાં તે ઝઘડે હોય? જેનું હોય તે માગવા આવે તે આપી જ દેવું જોઈએ ને? પારકું કેટલા દિવસ રખાય? આપી દે !" ' “ના, પણ, મને આપવા નહીં ગમે, મારે તે એ રત્નકંકણ રાખવા છે. બહુ ગમે છે મને! ન આપું તે !' ભાગ-૨-૧૯