________________ ઉદય થાય ત્યારેત્રનો..! - વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જીવો સમક્ષ અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગુદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના, આત્મઅનુભવદશાને સતત ટકાવી રાખે છે. એક વાર આત્માને અનુભવ થયા પછી જીવ આરાધક ભામાં જ રહ્યા કરતો હોય, તે એ અનુભવદશાની નિરંતરતા રહે છે. - જીવનની વિભિન્ન અવસ્થાઓમાં, સમકિતી જીવને નિજ સ્વભાવને રહેતે અનુભવ, લક્ષ અને પ્રતીતિ. સમકિતની વિશુદ્ધિની સાથે આત્મ વિકાસની પ્રગતિના પ્રબળ કારણે છે. આવા જીવને વિકાસ કેટલે શીવ્ર થાય છે. તે બતાવતા શ્રીમહૂજી ફરમાવે છે - વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યાભાસ; ઉદય થાય ચારિત્રને, વીતરાગ પદ વાસ...૧૧ર.... સમક્તિની વધતી જતી દશા અર્થાત્ આત્માનુભવની વધતી નિર્મળતા. સમકિત દશામાં રહેલા જીવને સમયે-સમયે અનંતાનંત કર્મોની નિર્જરા થતી રહે છે. અશુદ્ધિ ઘટતી જાય છે અને વિશુદ્ધિ વધતી જાય છે. ચારિત્રમોહનીય કર્મની નિર્જરા પણ થતી રહે છે. તેથી રાગ-દ્વેષની મંદતા થાય છે. આ મંદતા જીવમાં રહેલ મિથ્યાભાસને ટાળે છે. અહીં પ્રશ્ન થાય કે મિથ્યાત્વ ગયું અને સમકિત પ્રકાણ્યું તે પછીની દશાની તે વાત થઈ રહી છે. તે પછી મિથ્યાભાસ શાને? મોહનીયનાં જેટલા ભાવે છે તે બધાં જ મિથ્યાભાવે જ છે. સમક્તિ થયું એટલે મોહનીયની 28 પ્રકૃતિઓમાંથી માત્ર સાત પ્રકૃતિ જ ગઈ, હજુ 21 બાકી છે. ક્રોધાદિ તથા નવ નકષાય.