________________ અનુભવ લક્ષ પ્રતીત 285 જ છે. પિતાની પ્રતીતિ પિતાને હોય જ, હેવી જ જોઈએ. જીવ ભ્રમણામાં ભૂલ્યા છે તેથી તેને ખબર નથી કે “હું આત્મા છું.” પણ સમક્તિી તે ભ્રમણામાંથી બહાર નીકળી ગયા છે. આત્માની ઊંડી અનુભૂતિ કરી લીધી છે. નિજ ને વેદી લીધું છે. તેથી સુષુપ્ત દશામાં પણ આત્મ-સ્વભાવની પ્રતીતિ તેને રહે છે. આત્મા ભૂલાતું જ નથી. તેથી જ સુષુત દશામાં પ્રતીતિ ધારા વર્તતી હોય. આમ સમકિતી આત્મા જીવનવ્યવહારમાં કઈ પણ દશામાં હોય. આત્મ-વિસ્મરણ તેને થતું નથી. અનુભવ, લક્ષ અને પ્રતીતિ રહ્યાં જ કરે છે. જ્ઞાનીઓએ કહ્યું છે - નિવૃત્તિ દશામાં અનુભવધારે! પ્રવૃત્તિ દશામાં લક્ષધારા ! સુષુપ્ત દશામાં પ્રતીતિધારા ! આવા જીવની વૃત્તિ બહિરંગમાં હેય નહીં તેથીજ ગાથામાં કહ્યું? વૃત્તિ વહે નિજભાવમાં પરમાર્થે સમક્તિ આ જીવની વૃત્તિ આત્મભાવમાં, નિજ અંતરંગમાં જ વહ્યા કરે છે. અને તે દશા જ પરમાર્થથી સમક્તિ દશા છે. કવિવર બનારસી દાસે પણ આજ ભાવ વ્યક્ત કર્યા છે— સ્વારથ કે સાચે પરમાર્થ કે સાચે ચિત્ત, સાચે સાચે નૈન કહું સાચે જૈનમતી હૈ; કાહુ કે વિસદ્ધિ નહિ પરજાય બુદ્ધિ નહિ, આતમ ગણી ને ગૃહસ્થ હૈ ન જતી હૈ; સિદ્ધિ રિદ્ધિ વૃદ્ધિ દીસૈ ઘટમેં પ્રગટ સદા, અંતર કી લછિ અજાચી લછયતી હૈ; દાસ ભગવત કે ઉદાસ હૈ જગત સૌં: સુખિયા સદૈવ એસે જીવ સમકિતી હૈ... જેને આત્માર્થની લગની લાગી છે, જેમનું ચિત્ત પરમાર્થ સાધવામાં જ લીન છે. સત્યનાં ઉપાસક તથા જિનેશ્વરનાં સાચા અનુયાયી છે. બધા સાથે અવિરોધી ભાવથી વર્તે છે. પર્યાય બુદ્ધિ નથી. દેશવિરતિ શ્રાવક કે સર્વવિરતિ સાધુ ન હોવા છતાં નિત્ય આભગવેષણામાં જ રહે છે.