________________ 284 હું આત્મા છું કમશઃ મંદ કરી નાખે. રાગ-દ્વેષને મંદ કરી નાખે. તેથી જ જ્ઞાની અર્થાત્ સમકિતી જીવ પાંચ ઇન્દ્રિયનાં વિષયે ભગવતે, જગતની આંખે દેખાતે હેય, છતાં તેનાથી અલિપ્ત હય, તેનું લક્ષ નિજ આત્મા હોય, તેથી ભેગે ભેગવતા પણ તેને કર્મબંધ ન થાય એટલું જ નહીં ! સમ્યફલ્હી હેય છતાં રાજા હોય, ચકવતી હોય, રાજ્યની ધૂરા વહન કરવાની હૈય, પ્રજા પ્રત્યેની સર્વ ફરજો બજાવવાની હોય. અને તેમાં કેઈ રાજા તરફથી યુદ્ધની નેબત આવી પડે, તે રાજાને લડવા પણ જવું પડે. યુદ્ધ કરે પણ અંતરથી રાજ્યલિપ્સા ન હોય. આત્મામાં પૂર્ણ જાગૃત હોય. યુદ્ધ તે મારું કાર્ય નથી. જે પ્રતિ પક્ષી યુદ્ધ કરવા ન ચાહે તે પોતે ન કરે. એટલી તૈયારીવાળો હેય. યુદ્ધ કરવામાં રસ ન હોય. માત્ર રાજા તરીકેની ફરજનાં ભાને જ યુદ્ધ કરવા જાય. અંતરથી એ ન્યારે હાય. તેથી જ પ્રવૃત્તિ દશામાં લક્ષ ધારા વર્તતી હેય. ત્રીજી ધાર તે પ્રતીતિ ધારા. સમકિતી હોય, તેને આઠેય કર્મોનાં ઉદય તે વર્તતા જ હોય. દર્શનાવરણીયનાં ઉદયે નિદ્રા આવે. ઊંઘ લેવી કુંભકર્ણની નિદ્રા ન લે. પણ ઉંઘમાં પણ તે સજાગ હોય. જાગી જાય તેમ નહીં પણ સુષુપ્તિમાં પણ તેને નિજ સ્વભાવની પ્રતીતિ વર્તતી હોય. હું આત્મા છું એવી સ્પષ્ટ જાણ તેને ત્યારે પણ હોય. ભર ઉંઘમાંથી ઉઠાડીને પૂછો “તું કેણ છે?” તે એ કહેશે “હું આત્મા છું.” જેમ આપણને આપણાં નામની સતત પ્રતીતિ રહ્યા જ કરે છે. ઉંઘમાં કેઈ અવાજ દે તે પણ ઉઠીને જવાબ આપીએ છીએ. આપણું નામ આપણને એટલું પ્રિય છે તથા નામની સ્થિતિ બહુ લાંબી ન હોવા છતાં પણ તેની પ્રતીતિ તે સ્પષ્ટ જ છે. જેટલી આપણું ઉમર થઈ, નામની ઉંમર પણ એટલી જ, તેનાથી વધારે નહીં. છતાં જન્મ-જન્મથી સાંભળતા આવ્યા હઈએ તેમ નામને પરિચય વધારે છે. સમક્તિી જીવને શરીરનાં નામથી પણ વધારે નિજ આત્માની પ્રતીતિ છે. કારણ આત્મા એ કેઈ નામ નથી. તેની કઈ ઉંમર નથી. તે પોતે