________________ 282 હું આત્મા છું અ૫ બુદ્ધિવાળો માનવ જડ તને પણ ન સમજી શકે. વળી સ્થિરતા પણ કેટલી જોઈએ ? આજે વૈજ્ઞાનિકોએ જડ-જગતનાં રહસ્ય ને ઉકેલી જગતના સામે ધરી દીધા. તેમાં તેની સ્થિરતા કેટલી ! આખાયે વિશ્વને વિસરી જઈ, માત્ર પિતાનાં પ્રયોગમાં જ લીન થઈ જાય. ત્યારે જ આવા બુદ્ધિમાન માણસો પણ એ રહસ્યને પામી શકે! તે બંધુઓ! આધ્યાત્મિક જગતનાં રહસ્યનાં અનુભવ માટે પણ ઊંડાણ અને સ્થિરતા આવશ્યક છે. અહીં વ્યવહાર સમ્યત્વથી નિશ્ચય સમ્યક્ત્વની યાત્રા શિષ્યને કરાવ્યા પછી, ઊંડી અનુભૂતિને એકવાર આસ્વાદ માણે લીધે છે એવા સાધકની દશા કેવી હોય તે હવે કહે છે, વતે નિજ સ્વભાવને, અનુભવ, લક્ષ, પ્રતીત, વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકત...૧૧૧. સાધકને ભેદ વિજ્ઞાન થયું. દેહ અને આત્માની ભિન્નતા, વસ્ત્ર અને શરીરની ભિન્નતાની જેમ પ્રત્યક્ષ અનુભવી. સ્વને સાક્ષાત્કાર થયે. સ્વરૂપ દશાનું પ્રાગટ્ય તે એક સમયમાં થયું અને પછી તેને નિરંતર પ્રવાહ પણ રહ્યો. છતાં સમ્યગદર્શની જીવ પણ સંસારી છે. સર્વ કર્મથી રહિત નથી થયે. તેથી કર્મજન્ય ઉપાધિઓ તે તેને હોય જ. વળી તેની ચિત્ત-દશા સ્વ-સંવેદનથી રંગાયેલી હોવા છતાં, ચિત્તને અન્ય કાર્યોમાં પ્રવૃત થવું પડતું હેય. અહી આવા જીવની વ્યાવહારિક ભિન્ન-ભિન્ન અવસ્થાઓમાં ચિત્તની દશા, અર્થાત્ આત્મદશા કેવી વર્તતી હોય તે બહુ જ સરલ અને સચેટ રીતે બતાવવામાં આવ્યું છે. આત્મસિદ્ધિ શાસ્ત્રની સર્વ ગાથાઓ અનુપમ છે, છતાં સમ્યક્ત્વી જીવની દશાને અદ્ભૂત ચિતાર આ ગાથામાં આપવામાં આવ્યો છે. આ ગાથાને યથાર્થ રીતે સમજનારને સ્વયંની દશા કેવી છે. તે કેઈને પૂછવા ન જવું પડે ! પ્રથમ બતાવ્યું કે નિજ સ્વભાવને અનુભવ વર્તતે હોય ! કયારે ? સમ્યફવી જીવ નિવૃત્તિની ક્ષણમાં હેય. કઈ પણ કાર્ય રહિત માત્ર નિવૃત્તિ હોય તે સમયે તેનું સમગ્ર લક્ષ આત્મ સ્વભાવને અનુભવ કરવામાં જ હોય