________________ અનુભવ લક્ષ પ્રતીત ર૩. તે સ્વાત્મામાં ઊડે ઉતરી જાય, ચિત્ત બીજે કયાંય ન હોય. પિતે પિતાનામાંથી જ આનંદ લૂંટવા માંડે. નિજના અનુભવ સિવાય અન્ય દશા તેની ન હોય. સામાન્ય રીતે માનવ નિવૃત્તિનાં સમયે, મને રંજનનાં સાધને શોધત હોય. સમય પસાર કરવાના આલંબન શોધતા હોય. કેઈપણ પ્રકારનાં સાધન કે આલંબન સિવાય આનંદ મેળવતાં માનવ શીખ્યો નથી હોતું. કંઈ જ ના મળે તે ભૂતકાળની સ્મૃતિ અને ભવિષ્યની કલ્પનાનાં વિચારોમાં ગરકાવ થઇ જાય. એવા વિચારોમાં કલાકોના કલાકે પાસ કરી નાંખે પણ એક ક્ષણ માટે પણ તે પિતામાં જઈ ન શકે. પિતામાંથી આત્માને અનુભવ માણુ ન શકે. જેણે કદી આત્માનંદને માણ્યું નથી તે નિવૃત્તિમાં પણ કયાંથી માણી શકે ? અડી તે નિજાનંદની અનુભૂતિ કરી ચૂકેલ સમકિતી સાધકની વાત છે કે નિવૃત્તિમાં તેની સમગ્ર ચિત્તદશા આખાયે સંસારથી વિરક્ત થઈ માત્ર નિજ આત્મામાં જ રમતી હોય. એકવાર જે નિજાત્માની ઊંડી અનુભૂતિ માણી ચૂક્યું છે તેને આસ્વાદ ફરી-ફરી લેવા માટે તેની અદમ્ય તાલાવેલી હોય. તેથી તે જીવ સંસારથી પર થવાની નિવૃત્તિની ક્ષણે મેળવવા ઝંખતે હોય, નિવૃત્તિ મળે કે તેની ઉપગ ધારા નિજ સ્વભાવનાં અનુભવમાં વર્તાવા માંડે. આમ આવા સાધકનાં ચિત્તમાં નિવૃત્તિ દશામાં અનુભવ ધારા વર્તતી હેય. સંસારમાં રહેલા જીવને નિવૃત્તિની ક્ષણે તે ઓછી મળે. દેહાદિ ઉપાધિઓ છે તેથી તેની પ્રવૃત્તિમાં પણ તેને પ્રવૃત્ત થવું પડે. જ્યારે સમકિતી જીવ દેહાદિની ક્રિયારૂપ પ્રવૃત્તિ કરતે હોય ત્યારે તેનું લક્ષ નિજ સ્વભાવમાં વતતું હોય. તે ચોક્કસપણે જાણતા હોય કે દેહાદિની ક્રિયાઓ તે મારી ક્રિયા નથી. મારૂં કર્તવ્ય પણ નથી. હું તે અશરીરિ આત્મા છું. ઈન્દ્રિયાતીત, તત્વ છું. આત્માનાં નિજ સ્વરૂપમાં આવી કિયાઓને સ્થાન નથી. પણ આ આત્મા દેહધારી છે. તેથી દેહની કિયા કરવી પડે છે. પણ મારું લક્ષ એ નથી. મારું લક્ષ તે માત્ર મારે આત્મા, એ સિવાય બીજું કશું નહીં. આવી દશા દેહાદિ પ્રત્યેની આસક્તિને