________________ કેવળ નિજ સ્વભાવનું 295 ભવ-ભ્રમણમાં કયારેય નથી લાધી એ દશા ત્યાં લાધે છે. જીવની આ દશાનું નામ આપ્યું ક્ષીણમેહ ગુણસ્થાન. મેહનીયને સંપૂર્ણ, સમૂળ ક્ષય કરી જીવ અહીં પહોંચી ગયે. બસ, વિજય! હવે પાછું ફરવું નથી. ભવ કરવા નથી જે બારમા ગુણસ્થાનને સ્પર્શે કે સંપૂર્ણ વીતરાગ દશામાં જીવ સ્થિર થઈ જાય અને એ સ્થિરતા એક સમય માત્રમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય, આ ત્રણ કમેને એક સાથે ક્ષય કરી નાંખે અને આત્મામાં પડેલ અનંત નિધાનરૂપ કેવળજ્ઞાન પ્રગટે, કેવળદર્શન પ્રગટે, અનંતવીર્ય પ્રગટે. આ દશાને પામવામાં આડે આવતાં ચાર ઘાત કર્મોની સર્વથા ઘાત થઈ. આ પહેલાં તે કયારેક ઉપશમ કે ક્ષયે પશમ થતો હોય. વળી ઉદયમાં આવતા હોય. અજ્ઞાન આદિ દેખા દઈ જતાં હોય પણ હવે એ ન રહ્યું. સંસારનાં અનત પરિભ્રમણનાં બીજરૂય રાગ તથા હેજ પણ સર્વથા નષ્ટ થઈ ગયા. જેથી હવે જન્મ ધારણ કરવાને ન રહ્યો. જીવને શુદ્ધ સ્વાભાવિક જ્ઞાતા-દષ્ટા ગુણ સર્જાશે ખીલી ઉઠયા. અને આત્મપ્રભુ કૃતકૃત્ય થઈ ગયે. બસ હવે અનંત સુખની લહેરમાં સર્વકાળ ઝૂલવાનું. આ દશામાં ચાર ઘાતિ કર્મોને તો સર્વથા ક્ષય થઈ ગયે. અઘાતિ કર્મો છે પણ તેનું કંઈ જ ફેર નથી. એ તે બળી સિંદરી વત્ આકૃતિ માત્ર જે. બળેલી સિંદરી જેવા નિર્માલ્ય. વળ દેખાય પણ કર્તુત્વ કશું ય નહીં. તેમ જીવ સાથે અઘાતી કર્મો છે પણ જીવને નિજાનંદની મસ્તીમાં કયાંય આડા ન આવે. હવે પ્રગટેલા કેવળજ્ઞાનને સમજીએ. એ શું છે? સામાન્ય જનસમૂહ કેવળજ્ઞાનને અર્થ કરે છે સંપૂર્ણજ્ઞાન અર્થાત્ જે જ્ઞાન વડે ત્રણે લેક અને ત્રણે કાળના સર્વ ભાવે ઝળકે તે કેવળજ્ઞાન. ઠીક છે, આ અર્થ પણ થઈ શકે છે, પણ માત્ર આટલી સીમામાં કેવળજ્ઞાન જેવી શક્તિને બાંધી દેવાની નથી. આ અર્થ તે સામાન્ય માનવ, ઊંડા ભાવેને ન સમજી શકે માટે બતાવે છે. જો કે જ્ઞાનને સ્વભાવ જ