________________ 286 હું આત્મા છું આત્મરિદ્ધિની વૃદ્ધિ થઈ રહી છે. આત્મલક્ષ્મીથી શ્રીમંત છે. જગત થી ઉદાસી અને જિનેશ્વર ચરણનાં ઉપાસી એવા સમકિતી જીવ જ સદા સુખી છે. આવા સમક્તિી જીવ પરમાર્થને સાધે છે. વળી તેમની દશા ઉત્તરોત્તર વિકસિત થતી જાય છે. સવિકલ્પક દશાને ટાળી નિર્વિકલ્પ દશાને સાથે છે. તેમાં જ સ્થિર રહે છે. આ ગાથામાં શ્રીમદ્જીએ સમકિતી જીવની ઉચ્ચદશાનું આલેખન કર્યું છે. મોક્ષમાર્ગમાં આ દશાનું જ માહાતમ્ય છે. આવી દશા જેની પ્રગટે તેની દિશા સવળી જ હોય. પછી એ કદી અવળી દિશાએ જાય જ નહીં. દશાને પ્રગટાવી તેથી દિશા લાધી ગઈ આ દશાનું વિકસિત પગલું ક્યાં જઈ વિરામ પામશે તે અવસરે...