________________ લહે શુદ્ધ સમક્તિ તે 279 સમક્તિને તથા તેરમા ગુણસ્થાનનાં ક્ષાયિક સમકિતને અનુભવ એક સરખો જ છે. તેમાં કંઈ જ ભેદ નથી. માટે જ શ્રીમદ્જી ગાથામાં ફરમાવે છે જેમાં ભેદ ન પક્ષ સુયોગ્ય સાધક સદ્દગુરુની આજ્ઞાની સંપૂર્ણ આરાધના સાથે આવા શુદ્ધ સમ્યકત્વને પ્રાપ્ત કરે છે. જેમાં અનંત ચતુષ્ટયને આંશિક અનુભવ જીવ કરે છે. આત્મા સ્વરૂપની રમણતાને આનંદ લૂંટે છે. સ્વાનુભવની મસ્તીમાં મગ્ન બની જાય છે. સ્વસંવેદનની અનુભૂતિ દશામાં રમમાણ રહે છે. જીવ વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યો છે એક પછી એક સોપાન પાર કરી રહ્યો છે. હવે પછીનું સોપાન કર્યું તે અવસરે.