________________ લહે શુદ્ધ સમક્તિ તે 277 આવા સંત મહારાષ્ટ્રમાં હમણાં જ થઈ ગયા. પણ ચાર-છ વ્યક્તિ સિવાય કેઈ એ તેમને જાણ્યા નહીં. પરવાહ પણ નેતી તેમને કે કોઈ જાણેવંદે કે પૂજે. બંધુઓ ! આ છે ગુપ્ત આચરણ–ગુપ્ત સાધના. પિતે સાધક છે. એવી પણ કેઈને જણાવવાની ઈચ્છા તેમને ન હોય. વળી કેટલાક ગૃહસ્થાશ્રમમાં રહી કે ત્યાગી જીવનમાં રહી, ઉત્તમ સાધના કરતાં હોય છે. જેની કોઈનેય ખબર નથી હતી. જેની ભાવના અતિ ઉત્તમ હેય. શરીરસેવામાં અને આત્માઆરાધનામાં લોકોની નજરે તે માત્ર તેઓનું સેવાકાર્ય જ દેખાય પણ એ સંત ખરેખર આત્મામાં કેટલા ઊંડા ઉતર્યા છે, આમાનાં અતલ ઊંડાણને માપી આવ્યા છે, એની જાણ કોઈને ન હોય. બહારથી વ્યવહારમાં હેય. અંતરથી આત્મામાં હોય. . બંધુઓ! મારા અનુભવની વાત કહું. જેમના માટે હું અત્યંત ગૌરવ અનુભવું છું એવા મારા પરમ ઉપકારી ગુણીજી પૂજ્ય બાપજી પણ આવા જ અંતરંગ સાધક છે. બહારથી જોતાં સમાજ સાથેના વ્યવહારમાં, શિયા-પરિવારની ફરજોમાં, વ્યાખ્યાન આદિ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત દેખાય. પણ એ બધાં જ વ્યવહારમાં એમનું ચિત્ત સદા આત્મભાવમાં રમતું હેય. સમતા અને સહિષ્ણુતા તે અમાપ. આજ લગભગ 32-33 વર્ષથી અશાતા વેદનીયને ઉદય હંમેશા વો-ઓછે અંશે તેઓનાં દેહમાં વર્યા જ કરે છે. છતાં કદી આ ધ્યાન નહીં. વિષમતા નહીં. ન તે દેહની મૂચ્છ. ન શિષ્યા પરિવારની મૂછ ! બસ નિજ મસ્તીમાં મસ્ત-સર્વથી નિસ્પૃહ. પઠન-પાઠનનાં બહુ જ ઓછા ગે મળ્યા; છતાં પણ તેમનાં મુખ માંથી ઝરતી અમીધારા જ્યારે વ્યાખ્યાન રૂપે આપણે ઝીલીએ ત્યારે જરૂર આપણા અંતરને એ સ્પર્શી જાય, કારણ તેઓનાં આત્મ અનુભવમાંથી નીકળતા એક-એક ભાવે એટલા ગૂઢ છતાં સ્પષ્ટ અને સરળ હોય કે સીધા આત્માને જ Touch કરે. બંધુઓ ! આ અનુભવ તે તમને પણ થયું હશે કે તેમના પ્રવચનમાં ફૂટતા ભાવે કેટલાં અંતર સ્પશી હોય છે ! તેઓને આત્મ અનુભવ ઊંચે છે. પણ આચરણું