________________ લહે શુદ્ધ સમક્તિ તે 275 ન સેવે. મત-પથને ગૌણ કરી સદ્ગુરુની આજ્ઞાની આરાધના માટે જ ઉત્સાહી રહે એ તે કહે અભુક્રિએમિ આરોહણએ. આરાધના કરવા હું ઉપસ્થિત થયેલ છું, તત્પર થયે છું. તેથી એ જીવ સદ્ગુરુનાં ચરણમાં, નિર્મળભાવે સમર્પિત થાય છે. મન-વચન-કાયા ત્રણે ભેગથી આજ્ઞાને આરાધે છે. સદગુરુનાં માહાભ્યને એ જાણે છે. સદ્ગુરુ પિતે નિશદીન આત્મામાં ઝૂલી રહ્યાં હેય. પરભાવેની પ્રીતિ તે કયારનીય છૂટી ગઈ હોય, સ્વાનુભવની અનુપમ મસ્તી તેઓ માણતાં હોય, જે ખુદ માણી શકે તે જ અન્યને પણ આપી શકે. જિજ્ઞાસુ સાધકનાં અંતરમાં સપુરૂષનું ચિત્ર સ્પષ્ટ હોય. તે જાણુતે હેાય કેસપુરુષ તે જ કે જેહને આત્મપગ જ અટલ છે, અનુભવ પ્રધાન જ વચન જેનું, શાસ્ત્ર-શ્રુતિએ પટલ છે; અંતરંગ ઇછા રહિત જેની ગુપત આચરણું સદા. નિન્દા-સ્તુતિ શાતા-અશાતાથી ન મન સુખ-દુખ કદા.. આત્માને સ્વભાવ છે ઉપયોગ. સપુરુષને ઉપયોગ આત્મામાં જ હોય. બાહ્યપ્રવૃત્તિ બીજી કરવી પડતી હોય તે કરે છતાં “આત્મા છું.” ની પ્રતીતિ તેઓની અટલ હોય. પરભાવથી ભિન્નતાની પ્રતીતિ ક્ષણિક જ નહીં, સતત વર્તતી હોય. નિજાનુભૂતિને આનંદ માણતા હોય તેથી તેઓનાં મુખમાંથી નીકળતા વચને અનુભવથી રસાયેલા હેય. માત્ર ગ્રન્થના શબ્દોનું રટણ કરી લીધું હોય તેવું ન બને. વળી આવા સંત વ્યવહારિક દષ્ટિએ કદાચ ઘણાં શા ન ભણ્યા હોય, પણ એમનાં મુખમાંથી નીકળતા વચને એટલા પ્રામાણિક હોય કે શાસ્ત્રમાં એથી જુદું કશું યે ન હોય. એટલું જ નહીં આત્માનુભૂતિની કેટલીક વાતે તે શાસ્ત્રમાં પણ જોવા ન મળે તેવી તેમની પાસેથી મળે અથવા તેમના પ્રત્યક્ષ જીવનમાં જોવા મળે. વળી સર્વ પૃહા-કામનાઓથી પર, માત્ર નિષ્કામ ભાવે જીવનની ચર્ચા–કશાય દંભ કે દેખાવ વિના અંતરંગનાં નિર્મળભાવે સહિતની વર્તતી હોય. આવા સંતે એટલા સરળ અને નિખાલસ હોય કે, સમાજ