________________ લહે શુદ્ધ સમક્તિ તે ર૭૫ પુરૂષાર્થ તરફ લઈ જાય છે. ગુરુદેવ નાં અંતઃકરણમાં શિષ્ય પ્રત્યે ભારોભાર હિત ભર્યું છે તેથી તેઓ ચાહે છે કે શિષ્ય શુદ્ધ સમક્તિને પામે, આરાધક બને, રત્નત્રયની ઉત્કૃષ્ટ આરાધના કરી લે. તેથી જ નિશ્ચય સમ્યકત્વનાં કારણરૂપ વ્યવહાર સમ્યક્ત્વની ચર્ચા પ્રથમ કર્યા પછી, હવે નિશ્ચય સમ્યક્ત્વ સમજાવે છે. નિશ્ચય સમ્યકત્વ એટલે શું ? અરિહંત પરમાત્મા, અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય અને અનંતસુખ માં નિશદીન ઝૂલી રહ્યાં છે. તેઓ આ ગુણની સંપુર્ણતાને અનુભવી રહ્યાં છે. એ ગુણેનું અશે અનુભવવું તે છે નિશ્ચય સમ્યક્ત્વ. અંશે એટલા માટે કે સાધકનાં મૌલિક ગુણ સંપૂર્ણતઃ પ્રગટ થયાં નથી. જ્યારે મેહનીય કર્મને સંપૂર્ણ ક્ષય થાય તેની સાથે ત્રણ ઘાતિકર્મો ને પણ ક્ષય થાય, ત્યારે જ અનંત ચતુષ્ટય પૂર્ણરૂપે પ્રગટ થાય છે. ત્યારે જ એ ગુણેનાં સંર્પણ આનંદની અનુભૂતિ થાય છે. પરંતુ આ જ ગુણનું અશે પ્રગટ થવું એ જ છે નિશ્ચય સમ્યકત્વતેથી નિશ્ચય સમ્યક્ત્વની દશામાં ગુણોની અનુભૂતિ પણ આંશિક જ હોય છે. જીનેશ્વર પ્રભુ જે અનુભૂતિમાં રાચી રહ્યાં છે, જેમાં તેઓની નિરંતર રમણતા છે તેવા ઉત્કૃષ્ટ અનુભવને અંશ મળી છે તે જ નિશ્ચય સમ્યક્ત્વ ! બંધુઓ ! અનુભવી મહાપુરુષે સમ્યક્ત્વી જીવને જિનેશ્વરનાં લઘુ નંદન કહે છે ! કેવું સુંદર સંબંધન ! ભેદ વિજ્ઞાન જગ્યી જિન્હકે ઘટ સીતલ ચિત્ત ભયી જિમ ચંદન કેલિ કરે સિવ મામૈ જગ માંહિ જિસકે લઘુનંદન સત્ય સરૂપ સદા જિલ્ફકૈ પ્રગટયી અવદાત મિથ્યાત નિકંદન સાંતદસા તિહુકી પરિચાનિ કરે કર જોરિ બનારસી વંદન... ભાગ-૨-૧૮