________________ વતે અંતર શોધ 271 બસ ! હવે સાધક, માર્ગે ચડી ગયું છે. આગેકૂચ થઈ રહી છે. પી છેહઠ કરવાની નથી. માર્ગ મૂકવાનું નથી. રસ્તે થાકવાનું નથી. અદમ્ય ઉત્સાહ અને પરમ પ્રસન્નતાપૂર્વક થયેલ પ્રસ્થાનને પ્રગતિનાં રહે અતિ વેગે આગળ ધપાવવાનું છે. તેનાં પથને પ્રશસ્ત કરનાર સદ્દગુરુ તેની સાથે જ છે. તેથી હવે ભૂલ નથી, બ્રમણ નથી, સની કેડીએ સાધક ચાલ્યા જાય છે. આ સાધક, સદ્ગુરુનાં ચરણને સેવતો જિજ્ઞાસુ સાધક, આત્મભાવનાં પ્રકાશમાં કેવા અદ્ભુત રત્નને પામે છે તે અવસરે