________________ વતે અંતર શોધ 269 બન્યું છે. આટલા ગુણોથી રંગાયેલ આત્મા, ઉપાદાનની પૂર્ણ તૈયારી કરી ચૂક્યો છે. હવે તેને માત્ર ઉત્તમ-નિમિત્તની અપેક્ષા છે. અને ઉત્તમ નિમિત્તને વેગ થતાં, જિજ્ઞાસુ જીવનાં આત્મપ્રદેશમાં જે ઘટિત થાય છે તે શું? શ્રીમદ્દજી ફરમાવે છે - તે જિજ્ઞાસુ જીવને, થાય સદગુરુ બોધ; તે પામે સમકિતને, વતે અંતર શોધ...૧૦૯ ગ્ય જીવની યેગ્યતા જ, સરુનાં વેગને ખેંચી લાવે છે. આ જીવ નગરમાં હોય કે વનમાં, પણ તેને માર્ગદર્શક મળી રહે છે. જ્યાં ત્યાં ભટકવાનું બંધ થાય છે. સત્ રાહે ચાલવાનો પુરુષાર્થ રૂપ તત્વને બોધ સદ્દગુરુ તેને કરે છે. | સર્વ પ્રથમ તે પોતે આત્મા છે. અને જગત જડ છે. આત્મા ચૈતન્ય સ્વરુપી અને તે સિવાયનાં અન્ય પાંચ દ્રવ્યો જડ. ચેતન તથા જડ બંને નિજ-નિજ પરિણમનથી જ પરિણમે. એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ પરિણત થઈ શકે નહીં. ચેતનનું પરિણમન ચેતનમાં જ ચેતનરૂપે થાય, પિતાનાં જ્ઞાનાદિ ગુણરૂપે થાય, જડનું પરિણમન જડમાં જ થાય, વર્ણાદિ ગુણરૂપે થાય. બંને દ્રવ્ય સર્વતઃ સ્વતંત્ર, બંનેના અસાધારણ ગુણે સ્વતંત્ર. જડમાં થતા પરિવર્તનમાં ચેતન કશું જ કરી શકે નહીં, ચેતનમાં થતી અવસ્થાઓમાં જડ કશું કરી શકે નહીં. આમ બને દ્રવ્ય એક ક્ષેત્રાગાહી રહેતાં હોવા છતાં પણ, સંપૂર્ણ રૂપે સ્વતંત્ર હેવાનાં કારણે, એકબીજામાં કંઈ કરી શકે નહીં. | સદગુરુને આ બેધ પામ્યા પછી, જિજ્ઞાસુ સાધક અંતવિચારણામાં ઉતરે. નિજ અંતરમાં કેવા ભાવે પ્રવર્તી રહ્યાં છે. તે ઊંડાણમાં જઈ તપાસે. સ્વદ્રવ્ય આત્મા, સર્વ પદ્રવ્યથી ભિન્ન છે. જડમાં થતી પર્યાયે તે મારી પર્યા નથી. તે સર્વ પર્યાયથી હું ભિન્ન છું. દ્રવ્યકર્મ, ભાવકર્મ કે નેકમરૂપ હું નથી. એ ત્રણેયથી જુદો ત્રિકાળી ચૈતન્ય, મારૂં સ્વરૂપ. દેહારિરૂપ હું નથી, માટે દેહમાં થતાં આધિ-વ્યાધિ-ઉપાધિ