________________ જાતિ વેષને ભેદ નહિ 267 તે કઈ જીવને હણે નહી, એટલું જ નહીં, તેનું દીલ પણ ન દુભાવે. પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે કોઈનું પણ અહિત તેનાં હાથે ન થાય. જાણ્યઅજાણે તેમનાં ભાવમાં સ્વ-પર હિતની કામના જ વર્તતી હોય. માર માર કરતે કઈ દુશ્મન આવે તે પણ પિતે એટલી શાંતિ અને સ્થિરતા ધારણા કરી હોય કે એક સંવાડામાં પણ ઉગ્રતા ન જાગે. આવેલ શત્રુ પાણી-પાણી થઈ જાય, અનેક સંતનાં જીવનના એવા પ્રસંગે આપણે સાંભળ્યા છે કે ગમે તેવા પ્રસંગોમાં પણ તેમને દુર્ભાવ જાગે જ નહીં. નાનક પિતાના શિષ્યો સાથે જઈ રહ્યાં હતાં. એટલામાં તેઓને કઈ વિધી આવી ગાળો બોલવા માંડે. ગુરુ નાનક સ્થિર છે, શાંત છે. કશેય પ્રતિરોધ કરતાં નથી. પ્રતિક્રિયાની કઈ ભાવના ચિત્તમાં ઉઠતી નથી. સાથે રહેલા શિખે હેરાન થઈ ગયા ! ગુરુદેવ કાંઈક તે બોલે ! આને રેકે ! ઉત્તર આપો! પણ ગુરુ નાનક જેમનું નામ એ તે પ્રસન્ન મુદ્રામાં, અંતરનાં ઉશકેરાટ વિના પિલા આવનારને આશીર્વાદ આપે છે. આ છે સ્વદયા, અંતરદયા, ભાવદયા. જેના અંતરમાં સ્વદયા વણાઈ ગઈ છે. તેના વ્યવહારમાં અન્ય જીવે પ્રત્યે અનુકંપાના ધોધ વહેતા હોય. અને ત્યારે જ એ જીવ મેક્ષમાર્ગમાં પ્રગતિ કરી શકે છે. બસ, તે ગાથામાં બતાવેલા ગુણે, મોક્ષમાર્ગનાં અધિકારી જીવનાં ગુણ છે. આપણે એ જાણવું હોય કે મોક્ષની આરાધનાને ગ્ય બન્યા. છીએ કે નહીં? તે આ મીટર છે. તેનાથી માપી લેવું ઘટે. સ્વયંનું પૃથક્કરણ આ ગાથાથી કરી લઈએ. તે સ્વને ખ્યાલ આવી જશે. આવી યેગ્યતા ધરાવનાર સાધક બહુ શીધ્ર આત્મ વિકાસ સાધી શકે છે. કઈ રીતે તે અવસરે–