________________ જાતિ વેષને ભેદ નહિ 265 વેષે મેક્ષે ગયા તે મારૂદેવી માતા આદિ, 14, સ્વલિંગ સિદ્ધા–સાધુનાં વેષે મેક્ષે ગયા તે, જબુસ્વામી આદિ અનેક મુનિરાજે. 15, અન્યલિંગ સિદ્ધા-યેગી, સંન્યાસી આદિ તાપસનાં વેષે મેક્ષે ગયા તે વલચિરી આદિ. આ પંદર પ્રકારમાં અંતમાં બતાવેલ અન્યલિંગ સિદ્ધા. તે અન્ય જાતિ, વેષમાં રહેલ સાધક પણ મોક્ષને પામી શકે છે તે બતાવ્યું. અર્થાત્ વેષને ભેદ નથી. વેષ એ તે બાહ્ય આચાર છે, વ્યવસ્થા માટે છે. સાંપ્રદાયિક ઓળખાણ માટે છે. પણ એ વેષથી માણસનાં અંદરમાં કઈ પરિવર્તન થઈ જતું નથી. એ તે એને એ જ રહે છે. વળી સમાજમાં અન્ય વ્યવહારમાં પણ વ્યવસ્થા માટે અમુક વેષની જરૂર હોય છે. જેમકે : નગરની પિોલીસ, એને જે કાર્ય કરવાનું છે તે માટે અમુક યુનિફોર્મ આપવામાં આવે છે. હવે આ યુનિફર્મથી તેનામાં કોઈ શારી. રિક, માનસિક શક્તિ આવી જાય છે તેમ નથી. પણ પોલીસનાં ડ્રેસમાં હોય અને તે નાગરિક વ્યવસ્થા માટે નગરજનોને કહે તે જનતા તેનું કહેવું માને, પણ એ જ માણસ સાદા વેષમાં હોય તે કોઈ જાણ પણ ન શકે કે આ નગરને સંરક્ષક છે. તે વેષ એક વ્યવસ્થા માટે, સભ્યતા માટે ઓળખાણ માટે છે. તેમ શરીર પર ગમે તેવા વસ્ત્રો ધારણ કર્યા હોય, બાહ્ય આચાર જુદાં હોય પણ અંતરથી આત્માની વિશુદ્ધિ થઈ ગઈ હોય તે વીતરાગતાની પ્રાપ્તિ થાય જ છે. તેથી જ શ્રીમદ્જીએ ગાથામાં કહ્યું કે “સાધે તે મુક્તિ લહે જે સાધના કરે તે સિદ્ધિ પામે. કોઈ પણ જાતિ, વેષ, મત, પંથ કે સંપ્રદાય હોય, કયાંય કશોય ભેદ ન રહે. શિષ્યનાં મનને મુંઝવી રહેલ સંશય, કે અમુક જ જાતિ-વેષનાં જીવો જ મોક્ષે જાય, અન્ય નહીં તેનું સુખદ સમાધાન ગુરુદેવે અહીં આપ્યું છે. અહીં સુધી તે શંકાઓનાં સમાધાન થયાં હવે ગુરુદેવ એ બતાવવા માગે છે કે જે જીવને મોક્ષ સાધવો છે તેની અંતરદશા કેવી હોવી જોઈએ? પ્રધાનતા અંતરદશાની છે. બાહ્ય આચાર-વિચાર, વેષભૂષા જાતિ-કૂળ એ બધું તે નગણ્ય છે. તેથી હવે મોક્ષ પ્રાપ્તિની ઇચ્છાવાળા જીવની પ્રાથમિક