________________ જાતિ વેષનો ભેદ નહિ 263. અથે જે સાધના કરવાની છે તે કોઈ પણ વ્યકિત કરી શકે છે. આત્માએ આત્માને ધર્મ જાગૃત કરવાને છે. જે આત્મા છે. તે સાધના કરી શકે. જડ ને સાધના નથી. વળી વ્યાવહારિક ભાષામાં કહીએ તે પાળે એને ધમ ને બાંધે એની તલવાર.” કેટલાક અજૈન લકે પૂછતા હોય છે કે અમારે જૈન ધર્મ સ્વીકાર હોય તે સ્વીકારી શકાય કે નહીં ? ઉત્તર એ જ કે જૈન ધર્મ વિશ્વવ્યાપી ધર્મ છે. એ ગુણપૂજક છે, વ્યક્તિપૂજક નથી. કારણ એ આત્માને ધર્મ છે. આત્માને ધર્મ આત્મા સ્વીકારે છે તેમાં કોઈનેય વાંધે શું હેઈ શકે? વળી એ પણ જાણી લેવું જોઈએ કે જેને એ કઈ જાતિ નથી, કૂળ નથી પણ ધર્મ છે. આજે જૈન ધર્મને માનનારા મોટે ભાગે વૈશ્ય છે. જ્યારે તીર્થકરના જમાનામાં ક્ષત્રિયે પણ જૈન ધર્મના અનુયાયીઓ હતાં. જો કે આ કાળમાં પણ અન્ય વર્ણવાળા પણ જૈન ધમી છે. તે કઈ વર્ણ કે જાતિ કે કૂળ સાથે કોઈ પણ ધર્મને સીધે સંબંધ હોઈ શકે નહિં. ભગવાન મહાવીર નાં ચરણોમાં સર્વ વર્ણનાં જીવ દીક્ષિત થઈ, મેક્ષ પામ્યા છે. એક કવિએ સુંદર રીતે એ ભાવ ગાયા છે. કઈ ન ઊંચુ કેઇ ન નીચું, મહાવીરના શાસનમાં એક જ સરખું સ્થાન સહુનું, ધમતણું આંગણમાં.. પાળે એને ધમ અહીં છે, જાત-પાતના ભેદ નહી છે દષ્ટિ ભેદ નથી રાની ને, હરિજન કે બ્રાહ્મણ માં.. ગૌતમ જમ્યા બ્રાહ્મણ કુળમાં, અભયકુમાર તો ક્ષત્રિયકૂળમાં જ બુ સ્વામી વૈશ્ય થયા તે, હરિકેવી હરિજન માં.... માણસ મોટો ધર્મ થકી છે, કૂળ નહી પણ કમ થકી છે. માન્યો છે. અધિકાર જવાને, સહુને મુકિત નગર માં... રાગ-દ્વેષ વિજેતા, વીતરાગ, સર્વજ્ઞ પ્રરૂપિત આ માર્ગમાં કંઈ જ ભેદ નથી, ઊંચ-નીચના ભેદ નથી, જાતિ, વર્ણ કે લિંગના ભેદ નથી. જેણે ભેદ-વિજ્ઞાન પ્રગટાવી જ્ઞાન અને આત્માનાં અભેદ સ્વરૂપને અનુભવી લીધું