________________ તે પદની સર્વાગતા 261 છેલું પદ મોક્ષને ઉપાય, તે નથી તેમ માનતાં પણ મોક્ષપદની સિદ્ધિ ન થાય. પણ સ્યાદવાદ શૈલીથી સર્વ પદને અપનાવતાં જૈન દર્શનની દષ્ટિથી વિચાર કરતાં આત્માનાં અસ્તિત્વને સ્વીકારી, તેને કથંચિત નિત્ય અને કથંચિત્ અનિત્ય જાણીએ. આત્મા નિશ્ચય નયે કર્મને કર્તા અને ભેંકતા ન હોવા છતાં પણ વ્યવહાર ન કર્તા બૅકતા છે. અને તે જ આત્માને મુક્ત કરવાના પ્રયત્ન અને મોક્ષનું મૂલ્ય છે. આત્મા બંધાય છે તેમ મુક્ત પણ થઈ શકે છે. તે જ તેને મેક્ષ છે. અને એ મેક્ષ પામવા માટે ને માર્ગ પણ છે. આમ છે કે પદોને આપણી શ્રદ્ધામાં સ્વાદુવાદનાં સૂત્રથી સાંકળતા મોક્ષમાર્ગ પ્રશસ્ત બને છે. તેથી જ ગુરુદેવ કહે છે કે હે શિષ્ય ! છે યે પદોની સર્વાગ સંપૂર્ણતા એ જ મોક્ષમાર્ગ છે તેમ તું અંતરથી નિર્ણય કર. અને આત્મા એ જ મોક્ષમાર્ગને આરાધવાનું અનુપમ સામર્થ્ય ધરાવે છે એ પણ લક્ષ્યમાં લે. હવે અન્ય શંકાનું સમાધાન અવસરે....