________________ જd વેષનો ભેદ નહિ...! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની, પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સભ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના એક, અનન્ય અને અવ્યાબાધ સ્થિતિની પ્રાપ્તિ અર્થે થાય છે. કર્મ સહિત જીવ, અનેક પરિસ્થિતિઓમાં અટવાયા કરે છે. છ ખંડની સાહાબી ભગવતે ચકવતી ગઈ કાલ સુધી ખમ્માખમ્મા થતું હોય અને આજે નરકમાં ઉત્પન્ન થાય તે અનંત વેદનાઓથી પીડાતે હેય. કર્મ સ્થિતિ બદલી નાખી. આ જ રીતે પ્રત્યેક જીવ, અનેકવાર અનેક પરિસ્થિતિઓમાંથી પસાર થત રહ્યો. એક, અખંડ સ્થિતિને પામ્યું નથી. પણ જે ક્ષણથી મોક્ષમાર્ગે ડગ ભરવા માંડે છે, આત્મામાં સ્થિરતા વધતી જાય છે. તે ક્ષણથી જ અવ્યાબાધ સ્થિતનું પ્રાગટ્ય વધતું ચાલે છે. અને અંતે સર્વ કર્મોથી રહિત થઈ ચિરકાળ સનાતન શાશ્વત સ્થિતિને પ્રાપ્ત કરી લે છે. શાશ્વત સ્થિતિની પ્રાપ્તિના ઉપાય એ જ મોક્ષમાર્ગ. શિષ્ય પણ આવી સ્થિતિ પામવા તલસી રહ્યો છે. તેથી જ મનની સર્વ આશંકાઓ ગુરુદેવ સમક્ષ મૂકી દીધી. ગુરુદેવ અત્યન્ત સનેહભાવે સરળતા ભર્યું સમાધાન આપી રહ્યાં . છેલ્લી શંકા હતી કઈ જાતિમાં મેક્ષ છે, ક્યા વેષમાં મેક્ષ ? તેના ઉત્તરમાં ગુરુદેવ ફરમાવે છે– જાતિ વેષને ભેદ નહિ, કહ્યો માર્ગ જે હેય; સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય...૧૦૯. મોક્ષ પામવા માટે જાતિ કે વેષ આવશ્યક નથી. અમુક જાતિને હોય, ઊંચા કુળમાં જન્મ્ય હેય, તે જ મેક્ષ થાય તેમ નથી. મેક્ષ