________________ 264 હું આત્મા છું તે મોક્ષને અધિકારી. પછી એ ગૌતમ જે બ્રાહ્મણ હોય, અભયકુમાર જે ક્ષત્રિય હેય, જંબુ જે વૈશ્ય હેય, કે હરિકેશી જે ચાંડાલ હોય ! મળેલી જાતિ તે શરીરની છે. આત્મા કઈ જાતિને નથી. માનવરૂપે જન્મ લેનાર વ્યક્તિને આખર કોઈ ને કોઈ કૂળમાં તે આવવું જ પડે. જાતિ-કૃળની વ્યવસ્થા એ સામાજિક વ્યવસ્થા છે. સમાજને સુગઠિત તથા વ્યવસ્થિત રાખવા માટે એ અનિવાર્ય પણ હોય. છતાં આત્મઆરાધના કરવામાં કયાંય આ વ્યવસ્થા બાધારૂપ નથી બનતી. જેનાં અંતરનાં પડળ ઉઘડી જાય છે એ પછી સામાજિક દષ્ટિએ, હલકી ગણાતી જાતમાંથી ભલે ને આવ્યા હોય, પણ આત્માને સાધી લે છે. પૂર્વ જન્મનાં ઉત્તમ સંસ્કારો લઇને આવનાર મહાપુરુષ કોઈપણ પ્રદેશ કે જાતિમાં જન્મ્યા હોય, પણ તેમના સંસ્કારે ઝળક્યા વગર રહેતા નથી. અને તેઓ આત્માને સાધી લે છે. શાસ્ત્રીય દષ્ટિથી વિચાર કરીએ તે પ્રભુએ પંદરભેદે સિદ્ધ કહ્યાં. 1, તીર્થસિદ્ધા,-તીર્થકર તીર્થની સ્થાપના કરે તે પછી જે મોક્ષે ગયા તે ગણધર આદિ. 2, અતીર્થ સિદ્ધા-તીર્થની સ્થાપના થયાં પહેલાં મેક્ષે ગયા તે મારૂદેવી માતા આદિ. 3, તીર્થંકર સિદ્ધા–તીર્થંકર પદવી પામીને મોક્ષે ગયા તે ઋષભદેવ આદિ તીર્થકરો. 4, અતીર્થકર સિદ્ધા–તીર્થકરની પદવી પામ્યા વિના, સામાન્ય કેવળરૂપ મેક્ષે ગયા તે. 5, પ્રત્યેકબુદ્ધ સિદ્ધાકોઈ પદાર્થને જે પ્રતિબંધ પામી પિતાની મેળે જ ચારિત્ર લઈ મેસે ગયા તે કરકંડુ આદિ. 6, સ્વયં બુદ્ધ સિદ્ધા-ગુરુનાં ઉપદેશ વિના, જાતિ -સ્મરણ જ્ઞાન આદિ પામીને મોક્ષે ગયા તે, કપિલ આદિ. 7, બુદ્ધ બોધિ સિદ્ધા– ગુરને ઉપદેશ સાંભળી, વૈરાગ્ય પામી મોક્ષે ગયા તે. 8, એક સિદ્ધા,-એક સમયમાં એક જ જીવ મેક્ષે ગયા તે, મહાવીર સ્વામી, 9, અનેક સિદ્ધા-એક સમયમાં ઘણાં જીવ મેક્ષે ગયા તે, રાષભદેવ આદિ 10, સ્ત્રીલિંગ સિદ્ધા-સ્ત્રીલિંગે મોક્ષે ગયા તે ચંદનબાળા આદિ. 11, પુરુષલિંગ સિદ્ધા–પુરુષ લિંગે મોક્ષે ગયા તે 12, નપુંસકલિંગ સિદ્ધા-નપુંસક લિંગે મેક્ષે ગયા તે, ગાંગેય આદિ. 13, ગૃહસ્થ લિંગ સિદ્ધા-ગૃહસ્થનાં