________________ લહે શુદ્ધ સમાપ્ત ...! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્યજી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગ્ગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમગ્રચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના એ જ જીવ કરી શકે છે કે જેનાં અંતરમાં આપ્ત પુરુષની શ્રદ્ધા, આજ્ઞા, રૂચિ અને તેઓ પ્રત્યે ભકિત જાગૃત થઈ છે. પ્રથમ શ્રદ્ધા જાગે, તે જ તેઓનાં ઉપદેશની રુચિ જાગે, તે ઉપદેશને અનુસરવાનાં ભાવ જાગે. પણ જે શ્રદ્ધા જ ન હોય તે આજ્ઞાનું પાલન થઈ શકે નહીં. જેટલી કચાશ શ્રદ્ધામાં એટલી જ કચાશ આજ્ઞાપાલનમાં, સર્વ-સર્વદશી જિનેશ્વર દેવ પ્રત્યે હૃદયપૂર્વક શ્રદ્ધા હોય, તેમનાં કહેલ વચને સર્વથા સત્ય જ હોય, આ દઢ વિશ્વાસ હોય તે, પ્રભુએ ફરમાવેલ આજ્ઞાનું આરાધન સહજ બની જાય. એ જ રીતે ગુરુદેવ પ્રત્યેની શ્રદ્ધા પણ અટલ હય, અચલ હોય તે તેઓની આજ્ઞા આરાધવામાં પણ વિલંબ ન થાય. બંધુઓ ! આપણે આપણી શ્રદ્ધાને તપાસવાની જરૂર છે. જે શ્રદ્ધામાં કચાશ હશે તે નિશ્ચય સમ્યકત્વ તે દૂર રહ્યું, વ્યવહાર સમ્યક્ત્વ પણ નહીં થાય. જ્યારે અંતઃકરણ નું ઊંડાણ દેવ-ગુરુ પ્રત્યે એ બોલશે કે ‘ત્વમેવ સર્ચ-ત્વમેવ સર્ચત્યારે જ અંતરના પટ ખૂલશે, અંધકાર ઉલેચાશે, સમ્યક્ત્વયેત ઝળહળી ઉઠશે ! અહી ગ્ય-સુપાત્ર-જિજ્ઞાસુ સાધક આવી અટલ શ્રદ્ધા ધરાવી રહ્યો છે. અંતરનાં એક-એક તારમાંથી શરીરનાં રેમે-રોમમાંથી શ્રદ્ધા ટપકી રહી છે. આપ્તપુરુષની શ્રદ્ધા ભક્તિરૂપે વ્યવહાર સમ્યફવની પ્રાપ્તિ થઈ ચૂકી છે. તેથી હવે ગુરુદેવ, આવા યોગ્ય આભાને નિશ્ચય સમ્યક્ત્વનાં