________________ 274 હું આત્મા છું કવિવર બનારસીદાસે, આવા સમકિતી જીવને વંદન કર્યા છે. તેઓ કહે છે. જેના અંતર-ઘટને વિષે ભેદ-વિજ્ઞાન જાગૃત થયું છે. ચિત્ત જેનું ચંદન જેવું શીતલીભૂત થઈ ગયું છે. એવા જીનેશ્વરનાં લઘુનંદન, શિવમાર્ગમાં ક્રીડા કરી રહ્યાં છે. મિથ્યાત્વને મૂળમાંથી જ ઉખેડી નાખી, નિજ સત્યસ્વરૂપને પ્રગટ કર્યું છે. તેઓની શાંતદશાને જાણું, બે હાથ જેડી બનારસી વંદન કરે છે. - સમ્યક્ત્વી જીવ પણ સામાન્ય છે માટે વંદનને ગ્ય બને છે કારણ તે જીનેશ્વરનાં લઘુનંદન છે. ઝાડના નામે ફળ વેચાય તેમ જીનેશ્વરનાં મહિમાને જાણતાં જ, સમ્યક્ત્વનાં મહિમાને પણ સમજી જ શકે શ્રીમંત કે આબરૂદાર બાપનાં દીકરા તરીકે ઓળખાવવામાં પણ માણસ ગૌરવ અનુભવે છે તે જિનેશ્વરનાં નંદનરૂપે ઓળખાવવામાં કેટલું ગૌરવ? બંધુઓ! આવું ગૌરવ પામવાનું સૌભાગ્ય આપણને કયારે મળશે? અંતરમાં એક નિશ્ચય કરીએ, પ્રબળ જિજ્ઞાસા જાગૃત કરીએ કે સંપૂર્ણ વીતરાગતાની પ્રાપ્તિ અર્થોને પ્રચંડ પુરુષાર્થ તે નથી કરી શક્તા, પણ જિનેશ્વરનાં લઘુનંદન કહેવડાવું એવી સમ્યક્ત્વદશાની પ્રાપ્તિ તે જરુર થઈ શકે ! આ ભવમાં જ એવો પુરુષાર્થ કરી લઉં કે જેથી સમ્યકત્વ પામ્યા વિના તે ભવ પૂર્ણ ન જ થાય. ઉપકારી ગુરુદેવ શુદ્ધ સમ્યકત્વદશા પ્રગટ શી રીતે થાય તે બતાવતા કહે છે - મત દશન આગ્રહ તજી, વતે સદ્દગુરુ લક્ષ; લહે શુદ્ધ સમકિત છે, જેમાં ભેદ ન પક્ષ...૧૧૦... અમુક મત, પંથ કે સંપ્રદાયની માન્યતાથી મેક્ષ છે એ કદાગ્રહ જેને નથી. જે સત્યને ગ્રાહક છે તે જીવ સદ્ગુરુની આજ્ઞાને આરાધક બની શકે છે. મત–પંથને આગ્રહ ધરાવનાર જીવ કદાગ્રહી હોય છે. જેનું વિવેચન આગળ એકથી વધારે વાર થયું છે. મત-પંથમાં ધર્મ નથી. ધર્મ આત્માને સ્વભાવ છે અને તે આત્મામાંથી જ પ્રગટ કરવાનું છે. માટે સત્યનો ઈચ્છક જીવ મંત-પંથની માન્યતાને વળગી ન રહે, તેમાં કદાગ્રહ