________________ 276 હું આત્મા છે. માન્ય આચારોને દેખાડો કરવામાં તેઓ ન માનતા હોય. પણ અંતરની નિર્મળતા જેમાં જળવાઈ રહે, વધતી ચાલે, તેવી ચર્યા સહજ તેમની બની ગઈ છે. અને તેથી જ પિતાનાં જીવન આચારથી સમાજ તેની નિન્દા કરશે કે પ્રશંસા એ વિકલ્પ પણ તેમને ના ઉઠે! આજે આ યુગમાં પણ ભારતભૂમિમાં આવા પુરુષે કયાંય દૂર-સુદૂર પ્રદેશમાં, ઉરનાં એકાંતે, નિર્જન વનમાં ગુપ્ત સાધના કરી રહ્યાં હશે, જેની જગતને જાણ પણ નથી. સંતેને એવી સ્પૃહા પણ નથી કે કઈ તેમને જાણે. - હમણાં જ ત્રણ-ચાર વર્ષ પહેલાં જ જેમણે દેહત્યાગ કર્યો એવા એક સંત મહારાષ્ટ્રમાં થઈ ગયા. ખરેખર જેઓએ બહારથી સન્યસ્ત સ્વીકાર્યું ન હતું. ગૃહસ્થાશ્રમી હતાં. જીવનની ફરજ પુરી થતાં ઘરથી દૂર એક નદીના કિનારે આવ્યા, ત્યાં તેમને Water Supply માટે બનાવેલ એક નાની, અવાવરૂ રૂમ જેવામાં આવી. તે રૂમને વપરાશ ન હતે. કેઈકની પરવાનગી લઈ તે રૂમમાં એ બેસી ગયા. બહાર નીકળ્યા જ નહીં. શરીર પર માત્ર એક વસ્ત્ર. ઘણાં સમય પછી એક વ્યક્તિને જાણ થતાં તે ત્યાં આવવા માંડે. પેલા સંતને રોજ એકવાર દૂધ લેવા મહાપ્રયત્ને સમજાવી શક, અને રેજ દૂધ લાવી દેવા માંડે, રૂમ બહારથી બંધ રહે. આ માણસ દૂધ આપવા જાય ત્યારે ખલે, દૂધ અંદર મૂકી બંધ કરી દે. વીશ કલાકે ફરી ખૂલે. ક્યારેક દૂધ પીધા વગર પડયું જ રહે. કલાકો અને દિવસ સુધી આત્મધ્યાનમાં લીન હેય. કેટલે સમય ગયે તેની ખબર ન હોય, ભૂખ કે દુઃખની પરવાહ ન હોય. થડે વખત રૂમમાં મચ્છરને ઉપદ્રવ રહ્યો. મચ્છર એટલાં કે તેમનાં આખા શરીર પર પથરાઈ ગયા. શરીર દેખાય નહીં, જાણે માખીઓને રહેવાને મધપૂડે. પણ અવિચલ ભાવ. તેઓને જાણ પણ ન હોય. એ ઉપદ્રવ દૂર થતાં ઉંદરને ઉપદ્રવ વધે.આખો દિવસ નાની એવી રૂમમાં સંતની સાથે રપ-૩૦ ઉંદરે સંતના શરીર પર ચડ-ઉતરે પણ નિશ્ચલભાવે બેઠેલા સંત જાણે પત્થરની પ્રતિમા, અરે! દૂધ તો ઉંદરે જ પી જાય. છતાં સંતને ભાન નહીં. ઉપસર્ગો-પરિષતો સામે પ્રતિકારની કઈ ભાવના નહીં.