________________ 270 હું આત્મા છું પણ મારા નથી. હું તો પૂર્ણ આનંદઘન જ્ઞાન સ્વરૂપી, શુદ્ધ, નિર્મળ આત્મતત્ત્વ છું. આમ આત્મતત્વ પર થતી ઊંડી વિચારણાનાં કારણે પોતાના સ્વરૂપની પ્રતીતિની સાથે-સાથે, મહાન ઉપકારી ગુરુદેવ, જેમનાં નિમિત્તે સાધકમાં આવી વિચારણું પ્રગટાવી, તેમના પ્રત્યે શ્રદ્ધા, ભક્તિ જાગૃત થાય છે. તેમનાં વચનોમાં રુચિ પેદા થાય છે. આજ સુધી સંસારના ભાવે સંસારરૂપ પરિણતિમાં સવની પરિણતિ માની, પરમાં રાચતાં જીવને સદ્ગુરુ નાં ઉપદેશની રુચિ પ્રગટ થઈ ન હતી તેવી અપૂર્વ રુચિ જાગે છે. આત પુરુષમાં અનન્ય શ્રદ્ધા ભક્તિ જાગે છે. શ્રદ્ધાનાં ભાવથી આત્મા એતઃપ્રોત થઈ જાય છે. અર્થાત્ વ્યવહાર સમ્યક્ત્વ ની પ્રાપ્તિ થાય છે. આવો શ્રદ્ધાથી સભર જીવ એક બાજુ તે સદગુરુનાં ચરણની ભક્તિથી આત્માને હળુકમી બનાવતે જાય છે. ત્યારે બીજી બાજુ પિતાનાં અંતરમાં ઉતરી જાય છે. બાહ્યદષ્ટિને બંધ કરી અંતરનાં ચક્ષુને બોલી, નિજનું સંશોધન કરે છે. જીવ હંમેશા બહારનાં જગત સાથે જ સંકળાયેલે રહ્યો છે. બહાર શું-શું થઈ રહ્યું છે તે જાણવા–જેવાની જેટલી જિજ્ઞાસા જીવે આજ સુધી સેવી હતી. તેવી નિજ અંતરને જાણવા માટે સેવી નો'તી. પણ ગુરુદેવનાં પરમ શાંત રસમય, બોધવચને શ્રદ્ધામાં સમાતા, સાધક નિજ અંતરની શોધ કરવા માંડે ! પ્રથમ દેષ તે એ જ જણાય કે આજ સુધી પરમાં જ સ્વબુદ્ધિ રહી. સ્વને સમજ્યા વગર, પરનાં પિષણઅર્થે જ સર્વ પ્રવૃત્તિ થતી રહી. જીવ ત્યાં જ ભૂલે ! તેથી જ ભટક્ય ! પરમ પિતા પણાની માન્યતાના કારણે જ પરમાંથી પલ માત્ર પણ દૂર ખસી શકે નહીં. અને પરિણામે સ્વની સન્મુખ થયે નહીં. હવે સગુરુ જેવું મહાન આલંબન મળ્યું છે. તે સ્વની શોધ કરી. સ્વમાં સ્થિર થઈ સ્વાનુભૂતિ કરવી છે. સાધક. ને આવી અદમ્ય ઉત્કૃષ્ટ ભાવના જાગૃત થાય છે. અને તે સ્વાનુભૂતિને પામવા સ્વાનુભૂતિને આસ્વાદ લેવા પ્રયત્નશીલ બને છે.