________________ 296 હું આત્મા છું દશા કેવી હોવી જોઈએ. ખરેખર આત્માની જિજ્ઞાસાવાળે જીવ કેવા ભાવો ધરાવતું હોય તે બતાવતાં શ્રીમદ્જી ફરમાવે છે. કષાયની ઉપશાંતતા, માત્ર મેક્ષ અભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ...૧૦૮ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં થોડા ફેરફાર સાથે આ જ ગાથા બીજીવાર આવી છે. જે સૂચવે છે કે મોક્ષની અભિલાષી જીવને આ ગુણોની કેટલી જબરદસ્ત આવશ્યક્તા હશે ? ફરીને એ જ કહ્યું. મેક્ષમાર્ગને અધિકારી કેવો હોય ? પૂર્વપદનું વિવેચન તે આગળ કરી આવ્યા છીએ. કોધાદિ કષાય જેનાં શાંત થયા છે. અર્થાત્ રાગ-દ્વેષની મંદતા પ્રવર્તે છે. સર્વ આશા-અભિલાષાઓથી પર થઈ નિરંતર મોક્ષની ભાવના અંતરતમમાં રમ્યા કરે છે. સંસારના પરિભ્રમણને થાક લાગે છે. સંસારનાં સુખ તે વ્યર્થ છે. સુખાભાસ છે. દુઃખના અદશ્ય પર્દા પાછળથી આવતા સુખ છે. તે જીવે અનંતવાર ભોગવ્યા પછી પણ કંઈજ પામ્યું નથી. આવી અનેક પ્રકારે વિચારણા જેને સતત ચાલતી હોય તેવા જિજ્ઞાસુ જીવનું એક વિશિષ્ટ લક્ષણ આ ગાથામાં બતાવ્યું. “અંતર દયા છકાય જીવની દયાનું ફરમાન શ્રી પ્રભુએ કર્યું છે. એ છકાયમાં પોતે પ્રથમ છે. પિતે અર્થાત્ આત્મા. જે આત્માની દયા કરી શકે તે જ છકાયની દયા કરી શકે. જેને બીજા શબ્દોમાં સ્વદયા કહીએ. જયાં સુધી જીવ પાત્રતા કેળવવાની દશામાં હતા ત્યાં સુધી પ્રાણદયા સુધી જ સીમિત હતે. પણ હવે તે મોક્ષના માર્ગે પ્રયાણ આદર્યું છે તેથી સ્વદયા, અંતરદયા પ્રગટ થઈ જ હોય એવા જીવને સમય-સમયની અત્યંત જાગૃતિ વર્તાતી હોય. આત્મા કયાંય વિષયકષાયથી રંજિત ન થાય. રાગાદિથી મલિન ન થાય, વિભાવથી ન ખરડાય. તેની તકેદારી પલપલ પ્રવર્તતી હોય. આવે જાગૃત જીવ, સ્વભાવની પરિણતિમાં જ પરિણમવાનાં પુરુષાર્થમાં હોય તેથી હિંસાદિનાં ભાવ તેનાં આત્મપરિણામમાંથી ઉતરતાં જતાં હેય. કમેકમે તે સારાયે વિશ્વમાં આત્માનાં દર્શન કરતો થઈ જાય. પછી ન તે અંતરથી વૃત્તિઓની મલિનતા રહે અને ન તે બાહ્ય વ્યવહારમાં પાપ-પ્રપંચની ભાવના રહે.