________________ 259 કહો બંધુઓ! કેણ સાચે અને કોણ ખોટે? વાસ્તવમાં સામાયિક શું છે? સામાયિકમાં અમુક ઉપકરણે હોવા જોઈએ એવી જે પરંપરા છે તે સંપ્રદાયનાં પૂર્વાચાર્યોએ ચલાવેલી પરંપરા છે. તેને પણ કંઈક અર્થ હોય, મહત્વ હોય, પણ એને અર્થ એ નથી કે એમ જ, એ ઉપકરણ સહિત થાય તે જ સામાયિક સાચી અન્યથા ખોટી. સામાયિક એટલે સમતા. સામાયિક કરીને જે સમતા સાધી શકે તેની સામાયિક સાચી. અનુકૂળતા એને ફૂલાવે નહીં અને પ્રતિકૂળતા કરમાવે નહીં. કોઈ પણ પરિસ્થિતિમાં મન વ્યાકૂળ ન થતાં સમત્વ સાધી શકે તે ખરી સામાયિક. પછી ગમે તે પંથને માન્ય ઉપકરણે હોય, તેથી કંઈ જ ફરક પડતું નથી. મારૂ કહેવાનું એ નથી કે સ્થાનકવાસી મુહપત્તિ બાંધવી છોડી દે કે દેરાવાસી મુહપત્તિ બાંધવા માંડે. પણ વ્રતાદિનાં રહસ્યને સમજી, શા માટે કરવા છે? કેવી રીતે કરવા ? કર્યા પછી જીવનમાં પરિવર્તન કેટલું ? આ વિચાર અતિ આવશ્યક છે. આવું સમજનાર મત–પંથને આગ્રહી નહીં રહે. શ્રીમદ્જી કહે છે આગ્રહ અને વિકલ્પ તજી જે મોક્ષને માર્ગ બતાવે તેને સાધે તે અ૮૫ કાળમાં મોક્ષ થાય. આગળ પણ કહી ગયા કે મેહનીયને જીતે તે મોક્ષ મુઠ્ઠીમાં. અહીં પણ એ જ કહ્યું. દર્શનમોહનીય જીવમાં આગ્રહ જન્માવે છે. અને ચારિત્ર મેહનીય વિકલ્પ ઉભા કરે છે. એ બંનેને બોધ અને વીતરાગતાથી જીતી લેવાય તે પછી જીવને વધુ ભવ કરવાના ન રહે. સમ્યગદર્શનની પ્રાપ્તિ પછી કોઈ જીવ તે જ ભવે મોક્ષે જઈ શકે, કેઈ ત્રીજે તે કઈ પંદરમે. તેનાં જમે બહુ જ ઓછા રહે. માટે બતાવેલા માર્ગે ચાલવાનું છે. મત-દર્શન–સંપ્રદાયનાં સંકુચિત કુંડાળામાં ન રહેતા, જેનાથી રાગ-દ્વેષની મંદતા થાય તે આચારને સેવવે. પછી તે ગમે તેણે બતાવ્યો. ગમે ત્યારે બતાવ્યું. કેઈ મત-પંથવાદીઓને ઠેકે નથી કે તેમનાં માર્ગે જ રાગ-દ્વેષ મંદ થઈ શકે. બસ, કરવાનું માત્ર એટલું જ છે.