________________ તે પદની સર્વાગતા! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષનો માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, ઉદાત્ત ભાવથી ભરાયેલું છે. સંકુચિત માનસ આરાધનાને યોગ્ય નથી હતું. ઉદારતા તેમજ ઉદાત્તતા અંતરનાં દ્વાર ખોલી નાખે છે. - સંકુચિત વિચારશ્રેણીવાળા, કિયા-અનુષ્ઠાની માન્યતાથી મોક્ષ માનનારા, અનેક ધર્મ–મત–પંથનાં વિચારોને સાંભળી–સાંભળી શિષ્યની મતિ મુંઝાઈ જાય છે. તેથી જ મેક્ષેપાયની સત્યતાને નિર્ણય કરી શકતો નથી. ગુરુદેવ પાસે તેણે પિતાની શંકા રાખી હતી. “અથવા મત દર્શન ઘણાં....” ગુરુદેવ એ શંકાનું સમાધાન આપતા ફરમાવે છે. છોડી મત દર્શન તણે, આગ્રહ તેમ વિકલ્પ કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અ૫.૧૦૫ અમુક મત કે દર્શનને માનવાથી જ મેક્ષ મળે એ આગ્રહ તથા વિકલ્પ બંને છેડવાના છે. આગ્રહ છે ત્યાં અજ્ઞાન છે. જ્ઞાની કદી આગ્રહી ન હોય. અજ્ઞાનમાંથી જ કદાગ્રહ જન્મે છે. પછી તે મત, પંથ વિષે હેય. ધર્મનાં ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે કે પારિવારિક ક્ષેત્રે હેય. પણ અજ્ઞાનતા જ તેમાં ભાગ ભજવે છે. વળી પિતાની માન્યતાનાં ચેગઠામાં ફસાયેલ, સંકુચિત માનસને માનવ જ કદાગ્રહી હોય તે સત્યને ચાહક ન હોય. જ્યારે જ્ઞાની, માત્ર સત્યને ઇછે. સાચું તે મારૂં તે સિદ્ધાંત જ્ઞાનીને, અને મારૂં તે સાચું એ સિદ્ધાંત અજ્ઞાનીને. ભાગ-૨-૧૭