________________ 255 હિણે ક્ષમાદિક તેહ એક સમયે એક મકાન પાસેથી પસાર થઈ રહ્યાં છે. જે મકાનમાં કેટલાંક સાધ્વીજીએ બિરાજે છે. તેમાંના એક વૃદ્ધ સાધ્વીજી શાસ્ત્રની સ્વાધ્યાય કરી રહ્યાં છે. શબ્દો હરિભદ્રજીનાં કાને પડયાં, તેઓ ત્યાં ઉભા રહી ગયાં. વારંવાર એકજ ગાથા અને તેમાં આવતાં એક સરખા શબ્દોનું પર્યટન ચાલે છે. સમજવા પ્રયત્ન કરે છે પણ સમજી શકતા નથી. તેઓ આજ્ઞા લઈ અંદર ગયા, જેયું. વૃદ્ધ સાધ્વીજી ગાથાઓને સ્વાધ્યાય કરે છે. પૂછયુંઃ આપ શું બોલે છે? ફરી બોલશે ? સાધ્વીજી એ એ જ ગાથા કહી બતાવી– चक्कि दुग्ग हरिपणग, पणग-चक्कीण केशवो चक्की केशव चक्की केशव दुचक्की, के सी अ चक्की अ. આ ચક્કી–ચક્કી એમને ન સમજાયું. ઘણે વિચાર કર્યો છતાં સમજાતું નથી. તેમણે કહ્યું : આર્યાજી! આ ગાથાને અર્થ બતાવશે ? - સાધ્વીજી અર્થ કહે છે- દરેક છ આરામાં 63 શલાકા પુરુષ થાય છે. શલાકા અર્થાત્ લાઘનીય, પ્રશંસનીય. તેમાં 24 તીર્થકર, 12 ચકવતી, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ, 9 બળદેવ. આ ગાથામાં ચક્રવતી અને વાસુદેવ ક્યાં કમથી થયા તે બતાવ્યું છે. પ્રથમ બે ચક્રવતી પછી પાંચ વાસુદેવ. પછી પાંચ ચક્રવતી પછી એક વાસુદેવ. પછી એક ચક્રવતી પછી એક વાસુદેવ. પછી એક ચકવતી પછી એક વાસુદેવ. પછી બે ચક્રવતી પછી એક વાસુદેવ પછી એક ચકવતી આ કમથી 12 ચકવતી અને 9 વાસુદેવ થયા. ચક્કીનો અર્થ ચકવર્તી અને હરિને અર્થ વાસુદેવ. હરીભદ્રસૂરિ સંસ્કૃતનાં વિદ્વાન હતાં અને આ ગાથા હતી પ્રાકૃતમાં તેથી તેઓ સમજી ન શક્યાં. પણ સમજ્યા એટલે તેમનાં અંતરમાં કરેલે નિર્ણય, જે કે નથી જાણતું. પણ તે અનુસાર તેઓને આ સાધ્વીજીના શિષ્ય થવું જ જોઈએ. તેઓ સાધ્વીજીનાં ચરણમાં પડી ગયા.