________________ હણે ક્ષમાદિક તેહ 253 સર્વથા ક્ષય થયો નથી તેનું કારણ એ કે દરેક કર્મની કડી ડાતી રહે છે. પ્રત્યેક સમયે જીવ કર્મ તે બાંધે જ છે. તેથી તેને પ્રવાહ રેકતે નથી. પણ અહીં આપણા માટે positive point એ છે કે અનંતકાળની સ્થિતિવાળું એક પણ કર્મ નથી તેથી આપણે તેને અંત કરી શકીએ છીએ. અરે! કર્મોથી નિષ્પન્ન મિથ્યાત્વ, રાગ-દ્વેષ આદિ ભાવે અનંતકાળનાં હેવા છતાં તેને પણ છેદી શકીએ છીએ તે મર્યાદિત સ્થિતિવાળા કર્મોને તે જરૂર નષ્ટ કરી નાખી શકીએ. બીજી વાત શિષ્યનાં મનમાં એક શંકા એ પણ હતી કે કર્મ પ્રવાહ અનંતકાળને અને આપણું આયુષ્ય અત્ય૫, તેમાં આટલા કર્મોને કેમ છેદાય? પણ બહુ જ સાદી સમજણની વાત છે કે કઈ પણ વસ્તુને બનાવતાં કે બનતાં જેટલો સમય લાગે તેટલો સમય તેનાં નાશમાં ન લાગે. એક મેટું મકાન બનાવતા 6-12 મહિના લાગે પણ એ જ મકાનને તેડી પાડવું હોય તે કદાચ એટલા દિવસે જ બસ થઈ પડે. એક બીજમાંથી વિશાળ વૃક્ષને વધતાં કેટલાય વર્ષો લાગ્યા હોય પણ તેને નષ્ટ કરવા માટે થોડાં કલાકની જ જરૂર રહે. એ જ રીતે અનંતકાળનાં કર્મોને નષ્ટ કરવામાં અનંતકાળ નથી કાળ છે. કર્મો સર્વથા નાશ થઈ શકે છે. આપણી સામે ભગવાન મહાવિરને ભૂતકાળ મજુદ છે. પ્રભુનાં સત્તાવીશ જેની ગણતરી થાય છે. તેમાં પ્રભુએ આત્મા માટે પુરુષાર્થ કર્યો તેવા ભવ કેટલા ? માત્ર આઠજ ભવ 1-3-16-18-22-23-25 અને અંતિમ અર્થાત્ 27 મે ભવ. જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા તપની આરાધના આ ભવમાં જ કરી. આ આઠ ભવનાં સમયનું માપ કાઢીએ તે કેટલું અલ્પ થાય? આત્મામાં વળી એક વાત એ સમજી લઈએ કે જવ અનંત સંસારનાં ભ્રમણમાં અનંત પુદ્ગલ પરાવર્તન કરે છે. તેમાંથી જ્યારે અંતિમ પુદ્ગલ પરાવર્તન બાકી રહે ત્યારે જ તેને સમ્યગ્રદર્શન થાય. સમ્યગુદર્શન થયા