________________ ૨પર હું આત્મા છું આવું લય થતાં આત્માનાં સહજ સ્વાભાવિક ક્ષમાગુણને જીવ પ્રગટ કરી શકે છે. જરૂર છે માત્ર પુરૂષાર્થની. મેહનીય કર્મ પ્રબળ હેવા છતાં પણ તેને શાંત કરવા, ક્ષીણ કરવા માટે જીવ પાસે સાધને પણ વધારે છે. ચાર અઘાતિને દૂર કરવા માત્ર એક ક્ષયરૂપ સાધન. ચાર ઘાતિ માટે ક્ષય અને ક્ષેપશમરૂપ બે સાધને જ્યારે મેહનીય માટે ક્ષય, ક્ષપશમ અને ઉપશમરૂપ ત્રણ સાધન છે. તેથી જે જીવ પુરુષાર્થ ઉપાડે તે મેહનીયને નાશ જલ્દી કરી શકે છે. શિષ્ય આગળ એક પ્રશ્ન કર્યો હતે : કર્મો કાળ અનંતનાં શાથી છેદ્યાં જાય? એ ખૂબ વિચારણીય છે. પ્રથમ તે એ કે આત્મા અને કર્મને સોગ અનંતકાળથી ચાલ્યા આવે છે. છતાં એક પણ કર્મની સ્થિતિ અનંતકાળની નથી અને એક પણ જીવ કમરહિત રહ્યો નથી. અનાદિથી આજ સુધી જીવ સાથે આઠે-આઠ કર્મો અનંત-અનંત કામણ પુદ્ગલ વણ સાથે રહ્યાં છે. આજે પણ અનંત-અનંત કર્મો જીવ સાથે છે. કર્મને આ અખંડ પ્રવાહ સમજીએ. જે ક્ષણે જીવ કર્મ બાંધે, તે ક્ષણે જ તે કર્મની પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ નિશ્ચિત થઈ જાય છે. જે આપણે અગાઉ કહી ગયાં છીએ. તેમાં અહીં સ્થિતિની વાત કરીએ. આઠે કર્મની સ્થિતિ ભિન્નભિન્ન છે. એટલું જ નહીં એક મોહનીય કર્મ લઈ એ તે પ્રત્યેક ક્ષણે બંધાતા મેહનીય કર્મની સ્થિતિ હંમેશા એક સરખી નથી હોતી. જઘન્ય અંતર્મુહૂર્તથી લઈ ઉત્કૃષ્ટ 70 કોડાકોડ સાગર સુધીની ગમે તે સ્થિતિ નિશ્ચિત થાય. જેમ-જેમ સમય પાકે તેમ-તેમ એક-એક કર્મ પરમાણુ ઉદયમાં આવતાં જાય અને ફળ આપીને ખરી જાય. તેની નિશ્ચિત થયેલી સ્થિતિ પછી એક સમય પણ વધારે એ આત્મા સાથે રહી શકે નહીં. મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ 70 કોડાકોડ સાગરની તેથી વધુમાં વધુ આત્મા સાથે તે આટલે કાળ જ રહી શકે તે પછી તેને આત્માથી અલગ થવું જ પડે. તેથી એ સાબિત થાય છે કે ઉત્કૃષ્ટ સ્થિતિનું બંધાયેલ મેહનીય પણ અનંતકાળનું તે ન હોય. છતાં અનંતકાળમાં કદી મોહનીયને