________________ 250 હું આત્મા છું આમ દર્શન મોહનીય અને ચારિત્ર મેહનીય બનેને ક્ષય કરવા માટે બોધિબીજ તથા વીતરાગતા એ અચૂક ઉપાય છે. અહીં કૃપાળુ ગુરુદેવે મેહનીયનાં વિકારને દૂર કરવા “અચૂક ઉપાય બતાવ્યો છે, જેને આચરવાથી વિકાર દૂર થાય જ. તેમાં શંકા નહીં. અહીં Experiment નથી. કે આ ઉપાય કરી જે. ફાયદો થાય તે ભલે નહીં તે આવજે મારી પાસે, બીજો ઉપાય બતાવશ. બધુઓ ! આજના ડોકટરે તમારા શરીર પર experiment કરતાં હોય છે ને? ત્રણ દિવસની દવા લઈ જાવ. સારું થઈ જશે. ન થાય તે બીજી દવા. અને એમ જ થાય ફરી જાવ ત્યારે દવા બદલીને આપે એમ ત્રણવાર દવા બદલે લાગુ ન પડે અને શરીર દરદથી ઘેરાઈ જાય ને પછી મૃત્યુની નોબત આવે. પણ અહીં ગુરુદેવ એમ ન કહેતાં તેઓએ તે સચોટ ઉપાય બતાવે છે. જેવું ભયંકર દર્દ છે એવી જ પાવરફુલ દવા છે. દર્દીને ભાગવું જ પડે. ચાલે જ નહીં. એમાં કોઈ ફરક નહીં. વળી આ ઉપાય તે એ છે કે એકવાર વીતરાગતા પ્રગટ થઈ તે ફરી કદી રાગાદિની બિમારી શરીરમાં પ્રવેશ પામી શકે જ નહીં. તે ખાત્રીપૂર્વક જ ઉપાય છે. જે કારણથી બંધ, તેનાથી વિપરીત કારણે મુક્તિ. રાગ એ કર્મબંધને અચૂક ઉપાય છે. તેથી જ વીતરાગતા એ મુક્તિને અચૂક ઉપાય છે. આજ વિષયને વધુ સ્પષ્ટ કરવા ગુરુદેવ રેજનાં જીવન કમમાં અનુભવમાં આવતાં ભાવેને રજુ કરે છે–જે અવસરે.