________________ 254 હું આત્મા છું પછી કેટલાક ભવે ભલે થાય પણ તેને મોક્ષે જવાને સમય નિશ્ચિત થઈ ગયે. કાળ-મર્યાદા બંધાઈ ગઈ. જેમ કોઈ માણસ પર એક લાખ રૂપિચાનું દેણું હોય અને તે 999 રૂ. ચૂકવી દે પછી માત્ર એક રૂ. જ રહે, તેનું કદાચ વ્યાજ પણ થાય, તે પણ ચૂકવતાં વાર કેટલી ? જીવનું પણ એમ જ છે. જીવ સર્વ પ્રકારે પાત્ર થઈ ગયે હાય. ઉપાદાન તૈયાર હેય નિમિત્ત મળવાની જ વાર ! ઉત્તમ નિમિત્તા મળે તે જીવનાં વિભાવને તૂટતાં વાર નથી લાગતી. ગાથામાં કહ્યું “હણે ક્ષમાદિક તેહ.” ચંડકૌશિક સર્પ જે કાળઝાળ જંતુ જેની દૃષ્ટિમાં જ નહીં, પણ અંતરમાંય વિષ જ હતું. પિતાની માની લીધેલી માલિકીના સ્થાનમાં કઈ માનવ કે પશુ કે વૃક્ષ તે ન રહી શકે પણ આકાશમાં પક્ષી પણ ન ઉડી શકે. જે કઈ આવે તે તેને કૌશિકનાં વિષને ભેગ બનવું પડે. આટલી ભયંકર વિષવૃત્તિ પણ હેવા પછી પણ ભ. મહાવીર જેવું અત્યુત્તમ નિમિત્ત મળતા તેને ક્રોધ શાંત થઈ ગયે. રોમે-રમે ક્ષમા જાગૃત થઈ ગઈ. બદલાઈ ગયા સપં. ઇન્દ્રભૂતિ ગૌતમ અભિમાન થી ચૂર બની, સર્વજ્ઞ પરમાત્મા પ્રભુ મહાવીરને ગર્વ ઉતારવા ગયા. ને પોતે જ પ્રભુનાં ચરણમાં સર્વસ્વ સેંપી નમ્રાતિનમ્ર બની ગયા. માન ગયું અને વિનય પ્રગટ થઈ ચૂક્યા. એથી પણ થડા નજીકનાં ભૂતકાળની વાત કરીએ. જેન વેતામ્બર ઇતિહાસનાં સમર્થ વિદ્વાન આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ, જન્મે બ્રાહ્મણ, વેદ, પુરાણ, ઉપનિષદ, વ્યાકરણ, ન્યાય વગેરેનાં અદ્દભુત વિદ્વાન. તેઓની વિદ્વતા સામે કેઈ ટક્કર ન ઝીલી શકે. એવું પ્રચંડ તેમનું જ્ઞાન તેઓ પિતે પણ એ માનતા કે આ જગતમાં મારા જેવી વિદ્વતા ધરાવનાર કઈ પુરુષ જ જ નથી. તે છતાં અંદરમાં યેગ્યતા પડી છે. તેથી મને મન નિર્ણય કર્યો છે કે એવી કોઈપણ વ્યક્તિ મને મળશે કે જેનું કહેલું તત્વ હું સમજી નહીં શકું તેમને શિષ્ય બની જઈશ.