________________ 256 હું આત્મા છું અને કહ્યું : “આર્યાજી ! મને શિષ્ય તરીકે સ્વીકારો. મારી પ્રતિજ્ઞા હતી કે જેનું કહેવું તત્વ ન સમજુ તેમને શિષ્ય થઈ જઈશ !" સાધવજી . એને કહ્યું : “ભદ્ર પુરૂષ! હું સાધ્વી છું. કઈ પુરૂષને શિષ્યરૂપે ન , સ્વીકારી શકું. આપ અમારા ગુરુદેવ આચાર્ય ભગવંત અહીં જ બિરાજે છે તેમની પાસે જઈ શકે છે, અને હરિભદ્રજી આચાર્ય ભગવંત પાસે જઈ તેમના શિષ્ય થઈ ગયા. જૈન સાધુનાં તે સ્વીકારી લીધાં પણ તેમનું પ્રથમ સમર્પણ જે સાધ્વીજીનાં ચરણમાં થયું હતું તેમને ઉપકાર કદી ભૂલ્યા નહીં. એટલું જ નહીં. એ સાધ્વીજીનું નામ હતું “યાકિની”. એ સમયે સાધ્વીજીને મહત્તરા કહેતાં. હરિભદ્રસૂરિજી એ દીક્ષા લીધા પછી જ્યાં જયાં પિતાનું નામ આવે ત્યાં-ત્યાં યાકિની મહત્તા સુન જ લખ્યું સુનું અર્થાત્ પુત્ર. આપણાં ઈતિહાસનાં મહાન સમર્થ આચાર્ય, પણ ઉપકારને ન ભૂલ્યાં. પિતાને ગર્વ જેણે ગાળે તેને ન વિસર્યા. તેઓએ 1444 ગ્રન્થ લખ્યાં. બધે જ યાકિની મહત્તારા સુન્નું નામ તે ખરૂં જ બંધુઓ ! ચંડકૌશિક સર્પ હાય ! ઈન્દ્રભૂતિ ગૌતમ હોય કે હરિ ભદ્ર હોય ! પણ ઉપાદાન તૈયાર હતાં ને ઉત્તમ નિમિત્તો મળતાં ક્રોધાદિ ને હણી નાંખ્યા. અનંતકાળથી સતાવતા વિભાવને દૂર કરી દીધાં. તેથી આપણું વ્યવહારમાં જે બેલાય છે કે-“પ્રાણને પ્રકૃતિ સાથે જ જાય” તે અતિ ભૂલ-ભરેલી માન્યતા છે. અનેક અધમ અને પાપી જીવોએ પણ પિનાની પ્રકૃતિને બદલી નાંખી છે. ક્રોધી હતા તે ક્ષમાધર થઈ ગયા. અહંકારી હતાં તે નમ્રાતિનમ્ર બની ગયા. ઘેર હિંસક હતાં તે અહિંસાના પૂજારી બની ગયા. પ્રપંચી હતાં તે સરળતાની મૂર્તિ બની ગયા. આ સહુએ પ્રકૃતિને જ બદલી. તેથી જ તે સહુ પાર પામી ગયા જે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જતાં હોય તે કઈ જીવ કદી મેક્ષ પામી શકે નહીં ભવોભવ કોધાદિ વિભાવો સાથે જ ચાલે. તે છૂટવાને આરે જ નહીં. પણ એમ નથી. તેથી જ શ્રીમદ્જી એ પણ કહ્યું કે ક્ષમાદિભાવો ને જાગૃત કરવાથી, ક્રોધાદિ કષાયને નાશ થઈ જાય છે. મોક્ષનાં સટ ઉપાય રૂ૫, પ્રવેગાત્મક ધરણે જીવે શું કરવું જોઈએ તે આટલી ગાથાઓમાં શ્રીમદુજી કહી ગયાં. હવે શિષ્યની શંકાઓના સમાધાન અવસરે