________________ હણે બેધ વીતરાગતા 247 સંજવલન કે ધ, માન, માયા, લેભ-મંદતર, સંપૂર્ણ વીતરાગ દશાને પ્રગટ ન થવા દે. હને કષાય. જે કષાય તે નહીં પણ કષાયને ઉત્તેજિત કરવાનાં કારણભૂત હર્ષ, શેક, રતિ,–અરતિ, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ. આ નવેય નામથી જ સ્પષ્ટ છે. આમ મોહનીય કર્મનાં ઉદયે જીવમાં આવા ભાવ હમેશા પ્રવર્તતા હોય છે. જેને અનુભવ આપણે નિશદિન કરતાં હોઈએ છીએ. હવે શ્રીમદ્જી મેહનીય કર્મનાં નાશ માટે ઉપાય કહે છે. કમ મેહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા અચૂક ઉપાય આમ...૧૦૩... આગળ કહ્યું તેમ મોહનીય કર્મનાં બે ભેદ, દર્શન મેહનીય અને ચારિત્ર મોહનીય. આત્માનાં શ્રદ્ધા ગુણને વિકારી ભાવ એટલે મિથ્યાત્વ એ જ દર્શન મેહનીય તથા ચારિત્રગુણને વિકારી ભાવ એટલે રાગદ્વેષ એ જ ચારિત્ર મેહનીય. આપણું જીવનની પ્રત્યેક પ્રવૃત્તિને વિચાર કરીએ તે આપણે વિકૃતિનાં પિષણ અર્થે જ જીવતાં હોઈએ તેમ લાગે છે. આપણી પ્રત્યેક કિયા પાછળ રાગ-દ્વેષ અને મિથ્યાત્વ પડયા જ હોય છે. વળી એ ભાવેનાં સેવનમાં આપણે આનંદ માનતા હોઈએ છીએ એટલું જ નહીં પણ જે કરીએ છીએ તે જ થઈ રહ્યું છે એવો આગ્રહ પણ ધરાવીએ છીએ. ભલાવિકૃતિ તે કંઈ સારી ચીજ છે? નથી. તેથી જ તેને હણવાની વાત છે. એ કેવી રીતે? શાનાથી હણાય તે ઉપાય શાસ્ત્રમાં બંતાવ્યા છે. જ્ઞાનીઓ ફરમાવે છે કે આત્મામાં વિકૃતિઓ તે પાર વિનાની છે. તેને એક પછી એક દૂર કરવા પ્રયત્ન કરશે તે પણ એ તે વધતી જશે. માટે તેને છંછેડવી રહેવા દે. પણ તારી સ્વાભાવિકદશાને પ્રગટ કરી લે. જેટલા અંશે સ્વભાવ પ્રગટ થશે એટલા અંશે વિકાર દૂર થતાં જશે. દૂર