________________ હણે બોવ વીતરાગતા...! તરાગ પરમાત્મા-અનંતજ્ઞાની, અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જીવ સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગૂચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના, મોક્ષના અવરોધક કારણોને નાશ કરે છે. કર્મબંધન જેટલાં કારણે છે તે બધાં જ મેક્ષ થવામાં બાધા રૂ૫ છે. માટે પ્રથમ તેને સમજવા જરૂરી છે. મુખ્યરૂપે મેહનીય વિષે વિચારશું. શ્રીમદ્જીએ અનંત પ્રકારનાં કર્મોમાં, આઠની મુખ્યતાની સાથે, મોહનીયની પ્રધાનતા બતાવી. મેહનીયનાં બંધના કારણ શું? મોહનીયનાં ઉદયે પ્રવર્તતા ભાવ કેવા? અને મોહનીયને છેદવાને ઉપાય છે ? આ ત્રણે વિષે વિચારવા આવશ્યક છે. તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં મેહનીય કર્મનાં બંધ હેતુ આ પ્રમાણે બતાવ્યા છે 'केवलिश्रुतसंघ धम देवोवर्णनादो दश'न मोहस्य'-६-१४ કેવળી પરમાત્મા, જ્ઞાન, સંઘ, ધર્મ અને દેવનાં અવર્ણવાદ, એ દર્શનમોહનીય કર્મનાં બંધ હેતુ છે. અવર્ણવાદ એટલે નિન્દા. કેવળી આદિની નિન્દા કરવાથી, ન હોય તેવા દોષનું તેમનામાં આરોપણ કરવાથી, તેમજ અનેક પ્રકારે તેઓને ખોટા સાબિત કરવાનો પ્રયત્ન કરવાથી દર્શનમેહનીય કર્મ બંધાય છે. તથા— ___ कषायोदयात्तीवात्मपरिणामश्चारित्रमोहस्य 6-15 કષાયનાં ઉદયથી થતે તીવ્ર આત્મપરિણામ ચારિત્ર મેહનીય કર્મને બંધહેતુ છે. તીવ્ર ક્રોધ, માન, માયા, લેભ કરવાથી ચારિત્ર મોહનીય કર્મ બંધાય છે. જે પ્રકૃતિને ઉદય હોય, તેને જ બંધ થાય છે. ક્રોધનાં