________________ કર્મ અનંત પ્રકારના 243 નહીં. જ્યારે જીવને પુરુષાર્થ ઘાતી કર્મનાં નાશમાં મહાન ઉપયોગી છે. ગમે તેટલી લાંબી સ્થિતિ હોય તે પણ પુરુષાર્થ દ્વારા ઉદીરણા કરી એ કર્મોને ખેંચીને ભેગવી લે અને જીવ તેનાથી નિવૃત્ત થઈ જાય. આમ ચાર ઘાતી કર્મો જીવનાં અનંતગુણોની, લગભગ સંપૂર્ણ ઘાત કરવાની એટલે કે તેને દાબી દેવાની શક્તિ ધરાવે છે તે જીવ પણ ઘાતી કર્મોની ઘાત કરવાની જ નહીં, તેને દાબી દેવાની જ નહીં પરંતુ તેને સમૂળગે નાશ કરવાની શક્તિ ધરાવે છે. કર્મોનું નામ-નિશાન પણ રહેવા ન દે, એવી અમાપ શક્તિ છે જીવમાં. આ ઘાતી કર્મોમાં પણ મુખ્ય છે મેહનીય. કારણ મેહનીય આત્માનાં અનંત ક્ષાયિક સમકિત, ક્ષાયિક ચારિત્ર, ક્ષાયિક સુખને દબાવવાની સાથેસાથે, મિથ્યાત્વ, રાગ-દ્વેષ, દુઃખ આદિ વિકૃતિઓ પેદા કરે છે. વિકૃતિ બહુ જ ભયંકર ચીજ છે. એક વિકૃત ચીજ અન્ય સર્વને વિકૃત કરી દે. વિકૃતિ તે સર્વ રોગનું મૂળ છે. આયુર્વેદ કહે છે કે માનવનાં શરીરમાં વાત, પિત્ત અને કફ આ ત્રણ શક્તિરૂપે છે, શરીર માટે ઉપયોગી છે પણ ત્રણમાંથી એકમાં વિકૃતિ આવી કે શરીરમાં રોગ થાય છે. તે નુકશાનકારક છે. એલેપથી એમ કહે કે શરીરમાં બધા જ રોગનાં કિટાણુઓ છે. જયાં સુધી તેનું સંતુલન રહે ત્યાં સુધી શરીર માટે સુખકર્તા છે પણ તેનું સંતુલન બગડયું, વિકૃતિ આવી કે મહારેગથી શરીર ઘેરાઈ જાય. દુઃખકર્તા બની જાય. એ જ રીતે આત્માનાં મૌલિક ગુણે તે આત્માને સર્વથા સુખકારી જ છે પણ મેહનીયરૂપ વિકૃતિ જ્યારે તેમાં આવી અને તે વકરવા માંડે ત્યારે રાગ-દ્વેષ-અજ્ઞાન આદિ ભાવેની વૃદ્ધિ થવા માંડે છે. વ્યવહારિક જીવનમાં તથા આધ્યાત્મિક જીવનમાં, જીવને દુઃખી કરનાર કોઈ હોય તે આ રાગ-દ્વેષ જ છે. પણ મેહનીયે જીવને એ મૂર્શિત કરી દીધે હોય કે જીવને ભાન જ ન રહે કે પોતે શું કરી રહ્યો છે. પિતાની પ્રવૃત્તિ