________________ 242 હું આત્મા છું કર્મોમાં એ નથી કે આત્માનાં ગુણેને સર્વથા નાશ કરી નાંખે. માત્ર ગુણોને પ્રગટ થવા ન દે. બીજી રીતે વિચારીએ તે જીવને જયારે પ્રચંડ પુરુષાર્થ ઉપડે ત્યારે આ ચારેય કર્મોને એક સાથે ક્ષય કરી નાંખે છે. આજ સુધી જે-જે જીએ સાધના કરી તે માત્ર આ ચાર કર્મોનો ક્ષય માટે જ. સર્વ પ્રથમ મેહનીય સાથે લડયા. અને મેહનીય જતાં બીજા ત્રણ ઘાતી કર્મો પણ ગયાં. વળી ચારે ય કર્મોને ક્ષયે પશમ પણ જીવ કરી શકે છે. અને પુરુ ષાર્થ વડે સર્વથા ક્ષય પણ કરી નાંખે છે. અર્થાત્ જીવમાં એ તાકાત છે કે આ ચાર કર્મો ગમે તેટલા પ્રબળ હોય પણ પુરુષાર્થ દ્વારા તેને નાશ કરી નાંખે છે. જીવને કરવાનું પણ એ જ છે. અઘાતી માટે કંઈ કરવાનું નથી. અઘાતી કર્મો જીવને હેરાન પણ નથી કરતાં. એ તે બિચારા એનાં સમયે ઉદયમાં જરૂર આવે પણ તેથી જીવની સ્વભાવગત સ્થિરતામાં આડા ન આવે. ચાર ઘાતી કર્મ ક્ષય કરી જેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, તેની પાસે ચાર અઘાતીક તો છે જ, પણ એ તો બળેલી સીંદરી જેવા નિર્માલ્ય છે. કંઈ કરી શક્તા નથી. એનું અસ્તિત્વ તે માત્ર ઘાતીકર્મો છે ત્યાં સુધી જ છે. જે ભવમાં ઘાતીને ક્ષય થયે એ જ ભવમાં અઘાતીને પણ ક્ષય થાય જ. પછી એ રહી શકે નહીં. હા, એટલું જરૂર છે કે કેવળજ્ઞાન થયા પછી, કેવળી પરમાત્માને આ ચાર અઘાતી કર્મો ભલે કશી પીડા નથી આપતાં! વિકૃતિ પેદા નથી કરતાં! પણ મેક્ષ જવામાં વિલંબ કરાવે છે. જયાં સુધી આ ચાર કર્મો છે ત્યાં સુધી કેવળીને પણ સદેહે રહેવું પડે છે. પણ, સાથે એ પણ સમજી લઈએ કે કેવળી પરમાત્માની આત્મિક દશામાં તથા સિદ્ધપ્રભુની આત્મિકદશામાં કંઈ જ અંતર નથી હોતું તેથી કેવળી શરીર સહિત હવા પછી પણ જીવન -મુકત જ છે તેથી તેમને અઘાતી કર્મો નડતર રૂપ નથી. - તાત્પર્ય એ છે કે અઘાતી કર્મોને નાશ કરવા માટે જીવ પુરુષાર્થ કરી શકતા નથી એ કર્મો પુરુષાર્થથી નાશ થાય તેવા નથી, એને સમય પૂરે થાય ત્યારે જ જાય. એ પહેલાં પ્રયત્ન વડે તેને નાશ થઈ શકે