________________ 240 હું આત્મા છું મગ પાકયા. બધાંને એક સરખા જ વાતાવરણમાં રાખ્યા. એ જ જમીન, ખાતર, પાણી, પ્રકાશ, માવજત એ જ મળ્યાં. તેની સાથે એક જ શીંગમાં થયેલાં અન્ય દાણાઓ બરાબર થયાં અને આ ચાર દાણું જ આવા થયાં. કેમ ? તે હું પણ જાણ નથી. એ એવા થવાનાં હશે તેથી થયાં. બંધુઓ! વૈજ્ઞાનિકને પૂછે, લેબોરેટરીમાં મોકલે આ દાણાને ! ઉકેલ મળશે ખરો? ન જ મળે. બસ, એવું જ છે આ ભવ્યત્વ અને અભવ્યત્વનું. આ છે જીવને પરિણામિક ભાવ. નિહેતુક. ભવ્ય જીવ કર્મનાં બંધને તેડી શકે છે. તેથી હવે શ્રીમદ્જી કર્મ બંધન કેટલાં અને કયાં-કયાં છે તે બતાવે છે. કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મેહનીય, હણાય તે કહુ પાઠ-૧૦૨ સામાન્ય રીતે કર્મો આઠ પ્રકારનાં છે તેમ આપણે સાંભળતા આવીએ છીએ. પણ અહીં અનંત પ્રકારનાં કહ્યાં. પ્રત્યેક જીવ સમયે-સમયે કર્મબંધ કરતા હોય છે. કર્મબંધના કારણે વિષે આપણે આગળ વિચારી ગયા છીએ. રાગાત્મક તથા વાત્મક પરિણામેનાં કારણે જીવમાં કર્મબંધ થાય છે. આપણું સહુને અનુભવ છે કે આ પરિણામે હમેશા એક સરખા જ નથી હોતા. તીવ્ર-મંદ ભાવેની ષટ્ટણ હાનિ-વૃદ્ધિ થયા કરે છે અને તે એક-એકમાં પણ કેટલા પ્રકાર? એક જીવને એકવાર મંદ રાગ થયે, બીજી ક્ષણે એથી જુદી જાતને મંદ થશે. ત્રીજી ક્ષણે વળી જુદી જાતને. એમ મંદ રાગ અનેક પ્રકારનાં. એ જ રીતે મંદતર કે મંદતમ પણ અનેક પ્રકારનાં, તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ પણ અનેક પ્રકારના. આ અપેક્ષાએ એક જ જીવનાં માત્ર એક જીવનમાં અનંત પ્રકારનાં રાગાદિનાં પરિણામે થાય. જ્યારે જેવા પરિણામે થાય, ત્યારે તેવા જ પ્રકારનાં કર્મો બંધાય. પરિણામેનાં પ્રકાર અનંત તે કર્મનાં પ્રકાર પણ અનંત. પરમ-શુદ્ધ જીવમાં અનંત ગુણો છે. આ અનંત ગુણે કર્મનાં કારણે વિકૃત થાય છે ત્યારે જ તેમાં રાગ-દ્વેષનાં અનંત પરિણામે પેદા