________________ કર્મ અનંત પ્રકારના...! ઉતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર જગતનાં ભવ્ય સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગુદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્રચારિત્રથી થાય છે આ ત્રિરત્નની આરાધના, આત્મા પર રહેલા કર્મનાં અનાદિ બંધનને તેડી નાખે છે. આ બંધન અનાદિ હોવા છતાં અંતવાળું છે. ભવ્યઆત્મા આ બંધનને અંત કરી શકે છે પણ અમવ્ય આત્માનાં બંધને ક્યારેય તૂટતા નથી. તેના બંધને અનાદિ-અનંત છે. ભવ્યત્વ અને અભવ્યત્વ આ જીવનાં પરિણામિક ભાવે છે. અમુક જીવમાં ભવ્યત્વ અને અમુકમાં અભવ્યત્વ આમ શાથી? તેને કોઈ ઉત્તર નથી. તેમાં કઈ કારણ-કાર્ય ભાવ નથી. એ અહેતુક છે કારણ તે જીવનાં પરિણામિક ભાવે છે. જીવના અન્ય ભાવો કર્મ–સાપેક્ષ હોય છે. જેમકે ઔદયિક ભાવ, ઔપથમિક ભાવ, ક્ષાપશમિક ભાવ અને ક્ષાવિકભાવ. આઠ કર્મોમાંથી કેઈપણ કમનાં ઉદયનાં કારણે જીવની જે આત્મિકદશા થાય તે ઔદયિક ભાવ. જ્ઞાનાવરણયનાં ઉદયથી જીવમાં અજ્ઞાનદશા હોય તે ઔદયિક ભાવ છે. એ જ રીતે અન્ય-અન્ય કર્મોનાં ઉદયનાં કારણે થતાં જીવનાં ભાવ તે ઔદયિક ભાવ. - મેહનીય કર્મનાં ઉપશમનાં કારણે થતું ઔપશમિક સમ્યકત્વ તથા રાગ-દ્વેષની મંદતા તે જીવને ઔપથમિક ભાવ. - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીયનાં ક્ષપશમથી થતું જ્ઞાન-દર્શન, મેહનીયનાં પશમથી થતું સમ્યક્ત્વ અને રાગ-દ્વેષની મંદતા તથા અંતરાયનાં ક્ષોપશમથી થતું વીર્યાદિ શકિતનું જાગરણ તે સર્વ ક્ષાપશમિક ભાવ.