________________ 326 હું આત્મા છું મળેલા સ્વરૂપને પિતાનું સ્વરૂપ માની લેવાય તે આત્માનંદની પ્રાપ્તિ થઈ શકે નહીં. શ્રીમદ્જી કહે છે કે અહીં આત્માનું જ સ્વરૂપ બતાવ્યું છે તે ૨વરૂપને માત્ર પામી લેવું એ જ મોક્ષને પંથ છે. બીજુ કશું કરવાનું રહેતું નથી. આત્માને એ દઢ પ્રતીતિ થઈ જાય કે હું સદા અસ્તિત્વવાન, અવિનાશી, ત્રિકાળી નિત્ય આત્મદ્રવ્ય છું. મારું સ્વરૂપ ચૈતન્ય છે. અનંતજ્ઞાન ગુણ એ મારે શુદ્ધ સ્વભાવ છે. તથા સર્વ આભાસેથી રહિત હું માત્ર આત્મા ! આત્મા જ છું ! આટલી પ્રતીતિ જીવને આવી જાય તે તે મોક્ષનાં પથે જ છે. મેક્ષને માર્ગ નથી મળ્યે તેનું કારણ પણ એ જ છે કે આજ સુધી સર્વ-સંસારી ભાવોને પિતાનાં માનીને તેમાંથી બહાર નીકળવાને પ્રયાસ કર્યો જ નથી. તેથી જીવની ગતિ માત્ર સંસારમાર્ગે જ થઈ પણ તેનાથી ઉપર ઉઠી પરમગતિને પામી શકવાને પુરુષાર્થ એ કરી શકાય નહીં. આ પુરુષાર્થ કરવામાં આત્માની જે પરિણામધારા પ્રવર્તે છે એ જ છે જીવને મોક્ષભાવ. અને એ ભાવે થતે પુરુષાર્થ એ જ છે મેક્ષને પથ. મોક્ષપંથની પ્રવૃત્તિ માટે જીવને કરવા ગ્ય પુરુષાર્થના ભાવે અવસરે...